For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પરિણામો અમારી અપેક્ષા મુજબ આવ્યા નથી: કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક

04:59 PM Jun 17, 2024 IST | Bhumika
પરિણામો અમારી અપેક્ષા મુજબ આવ્યા નથી  કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક
Advertisement

કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકની હાજરીમાં કોંગ્રેસની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ તેમાં ચૂંટણીના પરિણામોને લઈને મુકુલ વાસનિકે કહ્યું પરિણામ અમારી અપેક્ષા મુજબ આવ્યા નથી.
લોકસભા ચૂંટણીના પરિણામ બાદ કોંગ્રેસ દ્વારા સમિક્ષા કરાઈ…કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકની હાજરીમાં કોંગ્રેસની સમિક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ. ચૂંટણીના પરિણામોને લઈને મુકુલ વાસનિકે કહ્યું કે, અમે પોલિટિકલ અફેર્સ કમિટી સાથે પરિણામોની ચર્ચા કરીશું…ગુજરાતના પરિણામ અમારી અપેક્ષા મુજબ આવ્યા નથી.

તેમણે કહ્યું કે આગામી સમયમાં જિલ્લા પ્રમુખો સાથે પણ બેઠક કરીશું…સાથે જ તેમણે કહ્યું કે,ગુજરાતની ભૂમિ કોંગ્રેસ વિચારધારાની રહી છે…અમે લોકોનો વિશ્વાસ સંપાદિત કરવામાં નિષ્ફળ રહ્યાં છીએ…અમે ચૂંટણીપંચ સામે ઊટખને લઈને વાંધાઓ રજૂ કર્યા હતા…જે પ્રશ્નો આવી રહ્યાં છે તે અંગે સ્પષ્ટતા થવી જોઇએ.
મહત્વપૂર્ણ છે કે આ વખતે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે 8 થી 10 બેઠકો જીતવાનો દાવો કર્યો હતો પરંતુ માત્ર બનાસકાંઠાની એક બેઠક સિવાય કોંગ્રેસ એકપણ બેઠક જીતી શકી નથી. ભાજપે ગુજરાતની 26માંથી 25 બેઠકો પર કબ્જો કર્યો છે.. જો કે કોંગ્રેસ માટે રાહતની વાત એ રહી છે કે ભાજપ આ વખતે ગુજરાતમાં ક્લિન સ્વિપ કરવામાં નિષ્ફળ રહ્યું છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement