For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રામમંદિરનું આમંત્રણ નહીં મળતા રિસાયેલા એકટરનું રાજીનામું

11:28 AM Jan 12, 2024 IST | Bhumika
રામમંદિરનું આમંત્રણ નહીં મળતા રિસાયેલા એકટરનું રાજીનામું

પંકજ ત્રિપાઠી બોલીવુડના જાણીતા એક્ટર છે પરંતુ તેઓ આજકાલ ખૂબ નારાજ થઈ ગયા છે કારણ કે તેમને રામ મંદિર ઉદ્ધાટનનું આમંત્રણ મળ્યું નથી. આ વાતે તેઓ ખૂબ નારાજ થઈ ગયા અને તેમણે તરત ચૂંટણી પંચના બ્રાન્ડ એમ્બેસેડર પદેથી રાજીનામું આપી દીધું હતું.

Advertisement

તેમના રાજીનામાને ઉદ્ધાટનના આમંત્રણ નહીં સાથે જોડવામાં આવી રહ્યું છે. ઓક્ટોબર 2022માં ચૂંટણી પંચે પંકજ ત્રિપાઠીને નેશનલ આઈકોન બનાવ્યાં હતા.રામ મંદિરના અભિષેકની વિધિ ખૂબ જ ભવ્ય થવા જઈ રહી છે. 22મી જાન્યુઆરીના રોજ આયોજિત આ ઐતિહાસિક દિવસના સાક્ષી બનવા માટે ફિલ્મ જગતના ઘણા મોટા સ્ટાર્સ હાજર રહેશે. બોલિવૂડ અને સાઉથથી લઈને ટીવી જગતના સેલેબ્સને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. અનુપમ ખેરને અયોધ્યા રામ મંદિરમાં રામ લાલાના અભિષેક સમારોહમાં હાજરી આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ યાદીમાં કંગના રનૌતનું નામ પણ સામેલ છે. આ વાતની જાણકારી ખુદ અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર આપી છે. બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને પણ આ ભવ્ય સમારોહમાં હાજરી આપવાનું આમંત્રણ મળ્યું છે. તે ઉપરાંત પણ બીજા ઘણા એક્ટર સામેલ છે.
ટીવી જગતના રામ અને સીતા પણ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગ લેશે. હા, દીપિકા ચિખલિયા અને અરુણ ગોવિલ પણ આ ભવ્ય સમારોહમાં હાજરી આપશે. 4000 સાધુ-સંતો સહિત દેશભરમાંથી લગભગ 7000 મહેમાનોને પણ આ શુભ અવસર માટે આમંત્રણ મળ્યું છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement