For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પાકિસ્તાની સોંગ ઝૂમનું રીમિક્સ વર્ઝન હશે વિદ્યુત જામવાલની ક્રેકમાં

01:00 PM Jan 11, 2024 IST | Bhumika
પાકિસ્તાની સોંગ ઝૂમનું રીમિક્સ વર્ઝન હશે વિદ્યુત જામવાલની ક્રેકમાં

વિદ્યુત જામવાલ અને નોરા ફતેહીની ક્રેકમાં પાકિસ્તાની સોન્ગ ઝૂમના રીમિક્સ વર્ઝનનો સમાવેશ કરવામાં આવશે. ઓરિજિનલ સોન્ગ પજૂમથમાં પાકિસ્તાની સિંગર અલી ઝફરે અવાજ આપ્યો હતો. આ રીમિક્સ વર્ઝનને શ્રેયા ઘોષાલ, વિશાલ મિશ્રા અને તનિષ્ક બાગચીએ અવાજ આપ્યો છે. આ ફિલ્મને વિદ્યુત જામવાલના પ્રોડક્શન હાઉસ ઍક્શન હીરો ફિલ્મ્સ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે અને આદિત્ય દત્ત દ્વારા એને ડિરેક્ટ કરવામાં આવી છે. આ ફિલ્મ 23 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહી છે. આ વિશે શ્રેયા ઘોષાલે ટ્વીટ કર્યું કે હું હંમેશાંથી અલી ઝફર અને તેનું ખૂબ જ સુંદર ગીત ઝૂમની ફેન રહી છું. આ સોન્ગ મારા દિલની નિકટ છે. તમે બધા એને સાંભળો એ માટે હું ખૂબ જ આતુર છું. આ ગીત ક્રેકનું છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement