For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રિલાયન્સે ઇતિહાસ રચ્યો, 1 લાખ કરોડનો નફો રળનારી ભારતની પ્રથમ કંપની બની

12:01 PM Apr 23, 2024 IST | Bhumika
રિલાયન્સે ઇતિહાસ રચ્યો  1 લાખ કરોડનો નફો રળનારી ભારતની પ્રથમ કંપની બની

નાણાકીય વર્ષ 2023-24 ના ચોથા ક્વાર્ટરમાં દેશની સૌથી મોટી ખાનગી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના નફામાં ઘટાડો થયો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો નફો લગભગ 2 ટકા ઘટીને રૂૂ. 18,951 કરોડ થયો છે. આ અગાઉ, નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરમાં કંપનીનો નફો 19,299 કરોડ રૂૂપિયા હતો. ચોથા ક્વાર્ટરમાં, રિલાયન્સની કામગીરીમાંથી આવક 11 ટકા વધીને રૂૂ. 2.4 લાખ કરોડ થઈ છે, જે અગાઉના નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરમાં રૂૂ. 2.16 લાખ કરોડ હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે તેના શેરધારકોને શેર દીઠ રૂૂ. 10ના ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે.

Advertisement

સ્ટોક એક્સચેન્જમાં એક નિયમનકારી ફાઇલિંગમાં, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે જણાવ્યું હતું કે સમગ્ર નાણાકીય વર્ષ માટે કંપનીની કંસોલિડેટેડ આવક રૂૂ. 10,00,122 કરોડ ( 119.9 બિલિયન ડોલર) હતી, જે 2.6 ટકાની વૃદ્ધિ સાથે હતી. કંપનીએ કહ્યું કે સમગ્ર નાણાકીય વર્ષ માટે કર પૂર્વેનો નફો રૂૂ. 1 લાખ કરોડને વટાવી ગયો છે અને રૂૂ. 104727 કરોડ છે, જે પાછલા નાણાકીય વર્ષ કરતાં 11.4 ટકા વધુ છે. જ્યારે ટેક્સ ચૂકવ્યા બાદ સમગ્ર નાણાકીય વર્ષમાં નફો 79020 કરોડ રૂૂપિયા થયો છે.

ત્રિમાસિક પરિણામો પર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, રિલાયન્સના તમામ વ્યવસાયોએ ભારતીય અર્થવ્યવસ્થાને આગળ વધારવામાં મોટો ફાળો આપ્યો છે. ભારતીય અર્થતંત્રને વેગ આપતા તમામ વિભાગોએ ઉત્તમ નાણાકીય અને સંચાલન કામગીરી દર્શાવી છે. આ સાથે કંપનીએ ઘણા સીમાચિહ્નો હાંસલ કર્યા છે. તેમણે કહ્યું કે મને જણાવતા આનંદ થાય છે કે રિલાયન્સ દેશની પ્રથમ કંપની બની છે જેનો પ્રિ ટેક્સ પ્રોફીટ 1 લાખ કરોડ રૂૂપિયાને પાર કરી ગયો છે.

Advertisement

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સાથે જિયો પ્લેટફોર્મના પરિણામો પણ જાહેર કરવામાં આવ્યા છે. ચોથા ક્વાર્ટરમાં જીઓ પ્લેટફોર્મની આવક 13.3 ટકા વધીને રૂૂ. 33,835 કરોડ થઈ છે, જ્યારે ચોખ્ખો નફો રૂૂ. 5583 કરોડ થયો છે, જે અગાઉના નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂૂ. 4985 કરોડ હતો. ચોથા ક્વાર્ટરમાં રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડની આવક 10.6 ટકા વધીને રૂૂ. 76,627 કરોડ થઈ છે અને કંપનીએ આ ક્વાર્ટરમાં રૂૂ. 2698 કરોડનો ચોખ્ખો નફો કર્યો છે, જે અગાઉના નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂૂ. 2415 કરોડ હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement