For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઇમરાન ખાનને મુક્ત કરો UNની પાક. સરકારને ફટકાર

11:23 AM Jul 03, 2024 IST | Bhumika
ઇમરાન ખાનને મુક્ત કરો unની પાક  સરકારને ફટકાર
Advertisement

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન છેલ્લા એક વર્ષથી જેલમાં છે. આરોપ છે કે પાકિસ્તાનની વર્તમાન સરકાર દ્વારા ઈમરાન ખાનને બળજબરીથી અને મનસ્વી રીતે જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. પરંતુ તેમને જલ્દી રાહત મળી શકે છે. સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર કાર્યકારી જૂથે કહ્યું છે કે ઈમરાનને જેલમાં મોકલવો એ આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન છે.

યુએન સંગઠને કહ્યું કે ઈમરાન ખાનને પાકિસ્તાનમાં મનસ્વી રીતે નજરકેદ કરવામાં આવ્યો છે. બોડીએ ખાનને તાત્કાલિક મુક્ત કરવાની પણ માંગ કરી છે. યુએનએ કહ્યું કે તેમને ઈમરાન ખાનની મુક્તિથી થયેલા નુકસાનની ભરપાઈ કરવાનો અધિકાર મળવો જોઈએ. સંસ્થાએ વધુમાં કહ્યું કે ઈમરાન ખાનની અટકાયત માટે કોઈ કાયદાકીય આધાર નથી. ઈમરાન વિરુદ્ધની કાર્યવાહી રાજકીય રીતે પ્રેરિત હતી. આ તેમની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ વિરુદ્ધના વિશેષ અભિયાનનો એક ભાગ હતો . ઈમરાન ખાનની પાર્ટીના સભ્યોની 2024ની સામાન્ય ચૂંટણી પહેલા ધરપકડ કરવામાં આવી હતી. આ યુએન કાર્યકારી જૂથે એવો પણ આક્ષેપ કર્યો હતો કે સામાન્ય ચૂંટણીના દિવસે વ્યાપક છેતરપિંડી થઈ હતી અને ડઝનેક સંસદીય બેઠકો પર ગોટાળા થયા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement