For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કોમર્સિયલ ગેસ સિલિન્ડર, જેટ ફ્યુઅલના ભાવમાં ઘટાડો

11:11 AM Jan 01, 2024 IST | Sejal barot
કોમર્સિયલ ગેસ સિલિન્ડર  જેટ ફ્યુઅલના ભાવમાં ઘટાડો

IOCL એ દેશના લોકોને નવા વર્ષની ભેટ આપી છે. એક મહિનામાં બીજી વખત 19 કિલોના ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે. જોકે ભાવમાં ઘટાડો નજીવો છે. આખા મહિનાની ગણતરી કરીએ તો 39 રૂૂપિયાથી માંડીને 44 રૂૂપિયા ઘટાડો થયો છે.
બીજી તરફ ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતમાં છેલ્લો ઘટાડો 30 ઓગસ્ટે જોવા મળ્યો હતો.
એક મહિનામાં બીજી વખત કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે. જો સરકારી ડેટાપર નજર કરીએ તો દેશની રાજધાની દિલ્હીમાં ગેસ સિલિન્ડરની કિંમત 1.5 રૂૂપિયા ઘટીને 1755.50 રૂૂપિયા થઈ ગઈ છે. જ્યારે કોલકાતામાં ગેસ સિલિન્ડરની કિંમત 1869 રૂૂપિયા થઈ ગઈ છે. મુંબઈમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર 1.50 રૂૂપિયા સસ્તો થયો છે અને તેની કિંમત 1708.50 રૂૂપિયા થઈ ગઈ છે. દક્ષિણ ભારતના સૌથી મોટા મહાનગર ચેન્નાઈમાં ભાવમાં સૌથી વધુ 4.5 રૂૂપિયાનો ઘટાડો થયો છે અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 1924.50 રૂૂપિયા થઈ ગઈ છે.
બીજી તરફ ઓઈલ કંપનીઓએ સતત ત્રીજા મહિને જેટ ઈંધણની કિંમતમાં ઘટાડો કર્યો છે. નવેમ્બરથી જાન્યુઆરી સુધીમાં જેટ ફ્યુઅલની કિંમતમાં લગભગ 14 ટકાનો ઘટાડો થયો છે. આજે ઓઈલ કંપનીઓએ જેટ ઈંધણના ભાવમાં લગભગ 4 ટકાનો ઘટાડો કર્યો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement