For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દિલ્હીમાં ધુમ્મસનું રેડ એલર્ટ, ઝીરો વિઝિબિલિટી: પ્રદૂષણમાં વધારો, હવાઇ-ટ્રેન વ્યવહાર ખોરવાયો

11:11 AM Dec 29, 2023 IST | Bhumika
દિલ્હીમાં ધુમ્મસનું રેડ એલર્ટ  ઝીરો વિઝિબિલિટી  પ્રદૂષણમાં વધારો  હવાઇ ટ્રેન વ્યવહાર ખોરવાયો

દિલ્હી-એનસીઆરમાં હજુ પણ ગાઢ ધુમ્મસ છે. હવામાન વિભાગે રાજધાની દિલ્હીમાં આજે ધુમ્મસને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. દિલ્હીની સાથે સાથે હવામાન વિભાગે પંજાબ અને હરિયાણા માટે પણ રેડ એલર્ટ જાહેર કર્યું છે. સાથે જ પ્રદૂષણના વધતા જતા સ્તરે જનજીવન અસ્તવ્યસ્ત બનાવી દીધું છે. આ દિવસોમાં ઠંડી અને ધુમ્મસની સાથે પ્રદૂષણના વધતા સ્તરને કારણે લોકો હવામાનના બેવડા હુમલાનો સામનો કરી રહ્યા છે. ધુમ્મસના કારણે રસ્તાઓ પર વાહનોની અવરજવર જોવા મળી રહી છે અને ટ્રેનો પણ મોડી દોડી રહી છે. ભારતીય રેલ્વેના જણાવ્યા અનુસાર દિલ્હી આવતી 11 ટ્રેનો મોડી ચાલી રહી છે. દિલ્હી એરપોર્ટ પર આજે ઝીરો વિઝિબિલીટી નોંધાઇ હતી. જે કારણે ઉડયનોને અસર થઇ હતી.
છેલ્લા કેટલાક દિવસોમાં પ્રદૂષણના સ્તર (દિલ્હી અચઈં)માં નોંધપાત્ર વધારો થયો છે. જોકે શુક્રવારે ફરી એકવાર પ્રદૂષણમાં થોડો સુધારો જોવા મળ્યો હતો. દિલ્હીમાં આજે સરેરાશ અચઈં 356 પર પહોંચી ગયો છે. આ અચઈં પણ ખૂબ જ નબળી કેટેગરીમાં આવે છે. હવામાન વિભાગ (ઈંખઉ) અનુસાર, શુક્રવાર પછી બે દિવસ એટલે કે શનિવાર અને રવિવાર સુધી હવાની ગુણવત્તા ખૂબ જ ખરાબ શ્રેણીમાં રહેશે. તેથી હાલ પ્રદૂષણમાંથી રાહત મળવાની કોઈ શક્યતા નથી.
દિલ્હીમાં આજે મહત્તમ તાપમાન 21 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે. લઘુત્તમ તાપમાન 7 ડિગ્રીની આસપાસ રહેશે. ગાઢ ધુમ્મસને લઈને હવામાન વિભાગ દ્વારા આજે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ધુમ્મસને લઈને માત્ર દિલ્હીમાં જ નહીં, પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં પણ રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. રાજસ્થાનમાં યલો એલર્ટ અને ઉત્તર પ્રદેશમાં ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement