For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જૂનાગઢ યાર્ડમાં કેસર કેરીની 11000 બોક્સની રેકોર્ડ આવક

02:31 PM May 11, 2024 IST | Bhumika
જૂનાગઢ યાર્ડમાં કેસર કેરીની 11000 બોક્સની રેકોર્ડ આવક
Advertisement

10 કિલોના એક બોક્સના 800થી 1000 ભાવ બોલાયા, આવક આગામી દિવસોમાં 20,000 બોક્સે પહોંચશે

ગીરની કેસર કેરીની આવક દિવસેને દિવસે વધી રહી છે. માર્કેટિંગ યાર્ડ કેરીના બોક્સથી ઉભરાયું છે. એક દિવસમાં 11 હજારથી વધુ બોક્સની આવક નોંધાઈ હતી. હાલ કેરીની સિઝન ગત વર્ષ કરતાં મોડી ચાલી રહી છે કારણ કે આ વર્ષે વાતાવરણના ફેરફારના લીધે કેરીના પાકનું ઉત્પાદન મોડું થયું છે. એક માસ કેરીની સીઝન મોડી ચાલી રહી છે. ઉત્પાદન સારું હોવાથી કેરીની આવકમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. કેરીની સીઝનની શરૂૂઆતમાં આવક ઓછી હતી તેની સામે 2500થી 3,000 સુધી કેરીના બોક્સના ભાવ બોલાયા હતા. કેરીની આવકમાં જેમ જેમ વધારો થઈ રહ્યો છે તે જ રીતના ભાવમાં ઘટાડો નોંધાયો છે. હાલમાં 10 કિલોના બોક્સના 800 થી 1000 રૂપિયા સુધીનો ભાવ હરાજીમાં બોલાયો હતો. આગામી દસ દિવસમાં 15થી 20 હજાર બોક્સની આવક માર્કેટિંગ યાર્ડમાં થઈ શકે છે.

Advertisement

વાતાવરણમાં આવેલ ફેરફારના કારણે શરૂઆતના સમયમાં કેરીની આવક ઓછી જોવા મળી હતી, જેની સામે ઈજારેદારોને ભાવ પણ વધુ મળતા હતા. ત્યારે આજે રાબેતા મુજબ કેરીની આવકમાં વધારો થતા વેપારીઓને ભાવ ઓછા મળી રહ્યા છે. આવનાર સમયમાં પણ કેરીની આવકમાં સતત વધારો જોવા મળશે, ત્યારે કેરી રસીકો ઓછા ભાવમાં કેરીનો સ્વાદ માણી શકશે.

જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં સેક્રેટરી દિવ્યેશ ગજેરાએ જણાવ્યું હતું કે, જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના ફળફળાદી સબ યાર્ડમાં કેરીની પુષ્કળ પ્રમાણમાં આવક નોંધાઈ છે. કેસર કેરીની આજની આવક 11,000થી વધુ બોક્સની નોંધાઇ છે. આજના એક કેરીના બોક્સના 800થી 1000 રૂપિયા બોલાયા છે. ખેડૂતોને પણ કેરીના સારા ભાવ મળી રહ્યા છે. પૂરતા પાકની કેરી આવવાથી ખાવા માટે કેરીની ક્વોલિટી પણ સારી છે. હજુ પણ કેરીની આવક દિન પ્રતિદિન વધતી જ રહેશે. આગામી દસ દિવસમાં રોજના 15 થી 20 હજાર બોક્સ કેરીના આવે તેવી પણ ધારણા છે. કેરીની સીઝન હજુ પણ એક મહિનાથી વધારે ચાલશે અને લોકો સારી ક્વોલિટીની કેરી ખાઈ શકશે. આ વર્ષે કેરીનો પાક થોડો મોડો થયો છે જેના કારણે કેરીની આવક મોડી થઈ છે. પરંતુ કેરીના ભાવ આ વર્ષે પણ ગયા વર્ષ જેટલા જ છે. શરૂઆતના સમયમાં કેરીના ભાવ ઉંચા હતા કારણ કે, કેરીની આવક ઓછી હતી.

સોત્રા ગામથી કેરી વેંચવા આવેલા અશોક પરમારે જણાવ્યું હતું કે, આ વર્ષે કેરીનું ઉત્પાદન ઓછું છે, હું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં 400 કેરીના બોક્સ લઈ આવ્યો છું. શરૂઆતના સમયમાં કેરીના એક બોક્સના ભાવ હજારથી 1500 મળતા હતા. અત્યારે કેરીના ભાવ 700 થી 800 રૂૂપિયા એક બોક્સના મળે છે. આ વર્ષે કેરીની આવક ઓછી નોંધાય છે એટલે શરૂૂઆતના સમયમાં કેરીના ભાવ વધુ મળતા હતા. હાલના સમયમાં કેરીની સીઝન છે પરંતુ આંબામાં કેરી ઓછી આવી છે જેના કારણે ઈજારેદારોની હાલત કફોડી બની છે. વાતાવરણમાં પલટાવો આવવાના કારણે કેરીમાં ઉત્પાદન ઓછું થયું છે. શરૂૂઆતના સમયમાં વધુ પવન ફૂંકાવાના કારણે આંબા પરથી નાની કેરીઓ ખરી પડી હતી.

જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ગીરથી કેસર કેરી વેચવા આવનાર દેવશીભાઇ પરમારે જણાવ્યું હતું કે, અમે ઘણો સમયથી અહીં કેરી વેચવા માટે આવીએ છીએ. ત્યારે શરૂઆતના સમયમાં 1100થી વધુ ભાવ કેરીના એક બોક્સના મળતા હતા. અત્યારે 800થી ઓછા ભાવ મળે છે. શરૂૂઆતના સમયમાં કેરીની આવક ઓછી હતી પરંતુ હાલના સમયમાં કેરીની આવક વધી છે જેને કારણે ભાવ પણ વધુ મળે છે. હાલના કેરીના 10 કિલોના એક બોક્સમાં 40 નંગ કેરી આવે છે. પહેલા કેરીની આવક માર્કેટિંગ યાર્ડમાં ઓછી હતી અને વેપારીઓને ભાવ વધુ મળતો હતો પરંતુ હવે કેરીની આવક દિન પ્રતિદિન વધતી જાય છે જેને લઈ ભાવ પણ ઓછા મળશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement