For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હાઉસિંગ બોર્ડના 696 આવાસોનું રિ-ડેવલોપિંગ ક્યારે? મનપાએ પત્ર લખ્યો

03:45 PM Jun 10, 2024 IST | Bhumika
હાઉસિંગ બોર્ડના 696 આવાસોનું રિ ડેવલોપિંગ ક્યારે  મનપાએ પત્ર લખ્યો
Advertisement

શહેરના ઈસ્ટઝોનમાં દુધસાગર રોડ પર આવેલ વર્ષો જૂના ગુજરાત હાઉસીંગ બોર્ડના 696 આવાસો જર્જરીત થઈ જતાં મહાનગરપાલિકા દ્વારા પ્રીમોન્સુન કામગીરી અંતર્ગત અનેક નોટીસો અપાયા બાદ આ વર્ષે ચોમાસા પહેલા અનેક આવાસો રહેવાલાયક ન હોય ખાલી કરાવવા માટે આખરી નોટીસ અપાયેલ છતાં આ આવાસમાં જીવના જોખમે પરિવારો રહેતા હોય મનપાએ આવાસોના નળ કનેક્શન કટ કર્યા હતાં. જ્યારે પીજીવીસીએલ દ્વારા લાઈટ કનેક્શન કાપી નખાતા દેકારો બોલી ગયેલ અને કોર્પોરેશને અસરગ્રસ્તોએ રજૂઆત કરતા અંતે તંત્રએ હાઉસીંગ બોર્ડના અધિકારીઓએ તાબડતોબ બોલાવી 696 આવાસોનું રિડેવલોપીંગ કેવી રીતે અને ક્યારે કરસો તેમજ ડીમોલીશન પણ હાઉસીંગ બોર્ડ દ્વારા કરવામાં આવે તેવો લેખીતમાં પત્ર પાઠવ્યો તમામ જવાબદારી હાઉસીંગ બોર્ડને સોંપી દેવામાં આવી છે.

દૂધસાગર રોડ ઉપર ગુજરાતહાઉસીંગ બોર્ડના 696 આવાસોનું રિડેવલોપીંગ બોર્ડ દ્વારા કરવામાં આવે તેવી માંગ અગાઉ કોર્પોરેશન દ્વારા ઉઠાવવામાં આવી હતી. પરંતુ આવાસો અતિજર્જરીત હાલતમાં હોય પ્રીમોન્સુન કામગીરી અંતર્ગત તમામ આવાસોમાં રહેતા પરિવારોને આવાસ ખાલી કરાવવા માટે નોટીસ આપવામા આવે છતાં આવાસ ખાલી ન થતાં થોડા દિવસ પહેલા મનપાએ આપેલા નળ જોડાણો કાપી નાખવામાં આવ્યા હતાં. જ્યારે પીજીવીસીએલ દ્વારા પણ વીજ જોડાણો કપાતા પરિવારોના હાલ બેહાલ થઈ ગયા હતા. ભરઉનાળે નોધારા થઈ ગયેલા અસરગ્રસ્તોએ કોર્પોરેશન ખાતે મકાનોનું ડીમોલીશન હાલમાં ન કરવું તેમજ વીજ અને નળ જોડાણો પરત આપવા સહિતની રજૂઆત કરેલ પરિણામે તંત્રએ પણ આજે ચોખવટ કરી જણાવેલ કે, ગુજરાત હાઉસીંગ બોર્ડના કહેવાથી અમે નળ જોડાણો કાપ્યા છે. જ્યારે પીજીવીસીએલ દ્વારા પણ ડીમોલીશન પહેલા થતી વીજ જોડાણ કાપવાની કામગીરી કરવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા ડીમોલીશન કરવામાં નહીં આવે ગુજરાત હાઉસીંગ બોર્ડ રિડેવલોપીંગ અને જે પ્રકારનો નિર્ણય લેશે તે મુજબની કાર્યવાહી બોર્ડ દ્વારા જ કરવામાં આવશે.

Advertisement

મહાનગરપાલિકાએ ગઈકાલે ગુજરાત હાઉસીંગ બોર્ડના અધિકારીઓ સાથે મીટીંગ યોજી રિડેવલોપીંગ અંતર્ગત તેમજ ડિમોલીશન મુદદ્દે લેખીતમાં પત્ર પાઠવેલ જે મુજબ ઉપરોક્ત વિષય અન્વયે વોર્ડ નં.6માં દુધસાગર રોડ, ડેરીલેન્ડ કોલોની આકાશદીપ સોસાયટી ગુજરાત હાઉસીંગ બોર્ડનાં ભયજનક જર્જરીત મકાનો ખાલી કરવા બાબતે રાજકોટ મહાનગરપાલિકાની નાયબ કમિશ્નરશ્રી (ઇસ્ટ ઝોન)નાં અધ્યક્ષ સ્થાને તા.10/06/2020 નાં રોજ ગુજરાત હાઉસીંગ બોર્ડ તથા રાજકોટ મહાનગરપાલિકાનાં અધિકારીઓની મીટીંગ રાખવામાં આવેલ જે મીટીંગની નોંધ સદર્ભ-1ની પત્રથી તમામને મોકલવામાં આવેલ છે. ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા વોર્ડ નં.6માં દુધસાગર રોડ, ડેરીલેન્ડ કોલોની આકાશદીપ સોસાયટી ખાતે બનાવવામાં આવેલ ત્રણ માળીયા કવાટર્સ જર્જરીત ભયગ્રસ્ત અને જોખમી હાલતમાં હોય આ મિલ્કત ભૂકંપ/વરસાદ/વાવાઝોડું કે અન્ય કુદરતી આફત કે અન્ય કારણસર પડી જાય તેવી સ્થિતિમાં હોય તેમજ જાનમાલને નુકશાન થવાની શક્યતા હોય અત્રેની કચેરી દ્વારા ઝઇંઊ ૠઙખઈ અઈઝ-1949ની કલમ-264 અન્વયે બિલ્ડીંગનો ભયગ્રસ્ત ભાગ રીપેરીંગ/દુર કરવા તેમજ ઝઇંઊ ૠઙખઈ અઈઝ-1949ની કલમ-ર68 અન્વયે ભયજનક/જર્જરીત મકાન ખાલી કરવા મકાન ધારકને અત્રેથી અવારનવાર નોટીસ આપવામાં આવેલ છે. તા.10/06/2020ની મીટીંગની નોંધ અન્વયે ગુજરાત હાઉસીંગ બોર્ડનાં અધિકારીઓની હાજરીમાં તા.12/06/2020 નાં રોજ અત્યંત જોખમી ફલેટનાં નળ કનેકશન કપાત કરવામાં આવેલ છે.

તા.24/05/2024ના રોજ કમિશ્નરની અધ્યક્ષાતામાં ગુજરાત હાઉસીંગ બોર્ડ તથા રાજકોટ મહાનગરપાલિકાનાં અધિકારીઓ તેમજ ઙૠટઈકના અધિકારીઓની મળેલ બેઠક અન્વયે થયેલ ચર્ચા અનુસાર અત્રે દ્વારા ભયજનક/જર્જરીત મકાનોનાં નળ કનેક્શન કપાત કરવાની કામગીરી શરૂૂ કરવામાં આવેલ છે. વોર્ડ નં.ડમાં દુધસાગર રોડ, ડેરીલેન્ડ કોલોની આકાશદીપ સોસાયટીમાં ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલ ત્રણ માળીયા કવાટર્સ કર પૈકી કુલ 58 બ્લોક જેમાં 12 કવાટર્સ પ્રતિ બ્લોક મળી કુલ 696 કવાટર્સનાં બાંધકામ જર્જરીત ભયગ્રસ્ત અને જોખમી હાલતમાં હોય આ મિલ્કત ભૂકંપ/વરસાદ/વાવાઝોડું કે અન્ય કુદરતી આફત કે અન્ય કારણસર પડી જાય તેવી સ્થિતિમાં હોય તેમજ જાનમાલને નુકશાન થવાની શક્યતા હોય આ જર્જરીત કવાટર્સ/મકાન દુર કરવાની આવશ્યકતા જણાય છે. ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા આ કોલોનીના રીડેવલપમેન્ટ માટે કોઈ આયોજન હાથ ધરવામાં આવેલ છે કે કેમ? તે અંગે અત્રેની કચેરીને દિવસ માં જાણ કરવા વિનંતી. ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા આ કોલોનીનો ભયજનક/જર્જરીત મકાનો તોડી પાડવા માંગતા હોય તો અત્રેથી જરૂૂરીયાત મુજબની તમામ સુવિધાઓ ફેસીલીટેટ કરવામાં આવશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement