For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સીલિંગ આડેધડ થયાની ફરિયાદો ઉઠતા હવે થશે રિ-ચેકિંગ

04:07 PM Jun 12, 2024 IST | admin
સીલિંગ આડેધડ થયાની ફરિયાદો ઉઠતા હવે થશે રિ ચેકિંગ

ટીઆરપી ગેમ ઝોનની દૂર્ઘટના બાદ મહાનગરપાલિકા દ્વારા ફાયર એનઓસી અને બીયુ સર્ટી મુદ્દે ચેકીંગ કામગીરી હાથ ધરી અત્યાર સુધીમાં 400થી વધુ એકમોને સીલ મારી દેવામાં આવ્યા છે. પરંતુ અનેક શાળાઓને પ્લેહાઉસમાં નિયમો લાગુ ન હોવા છતાં તેમજ ફાયર સેફ્ટીના સાધનો હોવા છતાં સીલ માર્યા હોવાની ફરિયાદો ઉઠતા સીલીંગ કામગીરીમાં ક્યાંક કાચુ કપાયું નથીને તે જાણવા માટે કમિટી દ્વારા સીલ થયેલ એકમોના ડોક્યુમેન્ટની ઝીણવટભરી તપાસ કરવામા આવશે આમ આડેધડ સીલીંગ થયાની ફરિયાદો બાદ ફરી વખત રીચેકીંગ કરવાની સુચના આવી હોવાનું જાણવા મળેલ છે.

Advertisement

મનપાના ફાયર વિભાગ અને ટાઉન પ્લાનીંગ વિભાગની ટીમો દ્વારા અગ્નિકાંડની ઘટના બાદ શાળા, કોલેજ, હોટલ, રેસ્ટોરન્ટ, પ્લેહાઉસ, શોપીંગ મોલ, સીનેમા હોલ, લગ્ન હોલ, હોસ્પિટલો સહિતના એકમોમાં ફાયર એનઓસી ન હોય અથવા રિન્યુ થયેલ ન હોય તેમજ બાંધકામ પરમીશન મેળવેલ ન હોય તે મુદ્દે ચેકીંગ કામગીરી શરૂ કરવામાઁ આવી છે. જે અંતર્ગત આજ સુધીમાં 400થી વધુ એકમો સીલ કરવામાં આવેલ જે પૈકી અમુક શાળાઓ તેમજ પ્લેહાઉસો તથા અન્ય એકમો કે જેઓ ફાયર એનઓસીના નિયમ હેઠળ ન આવતા હોય અથવા બીયુ સર્ટી મેળવવાની જરૂરિયાત ન હોય અથવા બે માંથી એક વિભાગના નિયમો હેઠળ ન આવતા હોય તેવા એકમો સીલ કરી દેવામાં આવ્યા છે. તેવી બુમારણ ઉઠી હતી અને આ મુદ્દે સંચાલકો દ્વારા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવેલ તેવી જ રીતે આ ફરિયાદો ગાંધીનગર સુધી પહોંચતા અંતે તંત્ર દ્વારા ઝડપી કામગીરીમાં કાચુ કપાયું નથીને તે જાણવા માટે સીલ કરવામાં આવેલ તમામ મિલ્કતોના ડોક્યુમેન્ટની ચકાસણી હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેવી જ રીતે હવે પછી થતી સીલીંગની કામગીરીમાં કોઈ જાતની બેદરકારી દાખવવામાં ન આવે તેમજ ભલામણોને ચલાવી લેવામાં ન આવેતે પ્રકારની ટીમોને સુંચના આપવામાં આવી છે.

મહાનગરપાલિકા દ્વારા તા. 30થી શહેરભરમાં બીયુ અને ફાયર એનઓસી મુદદ્દે ચેકીંગ કામગીરી હાથ ધરી એકમો સીલ કરવામાં આવી રહ્યા છે. જેના માટે મહાનગરપાલિકાએ ત્રણેય ઝોનમાં કમીટીની રચના કરવામા આવી છે. ડે. કમિશનરની અધ્યક્ષતામાં નિમણુંક કરવામાં આવે ત્રણ કમીટી દ્વારા તેમના ઝોનમાં સીલ થયેલ મિલ્કતોના ડોક્યુમેન્ટની ચકાસણી હાથ ધરી જરૂર લાગ્યે સીલીંગ ખોલવાની મંજુરી આપવામાં આવી રહી છે. પરંતુ છેલ્લા પાંચ દિવસથી અનેક શાળા સંચાલકો તેમજ અન્ય એકમોના માલિકો દ્વારા પોતાની મિલ્કત નિયમ વિરુદ્ધ સીલ કરવામાં આવી છે. તેવી ફરિયાદો ઉઠવા પામતા કમિટી દ્વારા ગઈકાલે રાત્રે અધિકારીઓ સાથે મીટીંગ યોજી નિયમ વિરુદ્ધ જો એક પણ મિલ્કતો સીલ થઈ હોય તો તે તુરંત સીલ ખોલવું અને આ પ્રકારની મિલ્કતોના ડોક્યુમેન્ટ ફરી વખત ચેક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત આજથી કામગીરી શરૂ કરાવમાં આવી હોવાનું જાણવા મળેલ છે.

Advertisement

રાતોરાત બેઠક યોજાઈ
મહાનગરપાલિકા દ્વારા સીલ કરવામાં આવેલ મિલ્કતો પૈકી અમુક એકમો ફાયર એનઓસી અને બીયુ સર્ટી હેઠળ આવતા ન હોવા છતાં સીલ કરાઈ હોવાની ફરિયાદો ઉઠતા અને આ મુદ્દે મ્યુનિસિપલ કમિશનર તેમજ સરકાર સુધી રજૂઆતો થતાં ગઈકાલે રાત્રે કમિશનર દ્વારા નિયત કરવામાં આવેલ સીલીંગ કમિટિના અધિકારીઓએ વોર્ડવાઈઝ સીલની કામગીરી કરતા કર્મચારીઓ અને તેમના ઉપરી અધિકારીઓ સાથે રાતોરાત મીટીંગ યોજી સિલિંગની કામગીરીમાં બેદરકારી થઈ છે કે નહીં તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ કાચુ કપાયું હોય તો ભુલ સુધારીલેવાની સુચના પણ આપાવમાં આવી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement