For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ધ્રાંગધ્રામાં શ્રમિક પરિવારની સગીરા પર દુષ્કર્મ: તબીબી તપાસમાં ગર્ભવતી હોવાનું ખુલ્યું

11:42 AM Jan 23, 2024 IST | Bhumika
ધ્રાંગધ્રામાં શ્રમિક પરિવારની સગીરા પર દુષ્કર્મ  તબીબી તપાસમાં ગર્ભવતી હોવાનું ખુલ્યું

Advertisement

આરોપી બોટાદ પંથકનો હોવાનું રટણ: પોલીસે સગીરાના માતા-પિતાનું નિવેદન નોંધ્યું

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં વાડીએ ભાગીયુ રાખી ખેતમજુરી કરતા શ્રમિક પરિવારની સગીર પુત્રીને પેટમાન દુ:ખાવો ઉપડતા પ્રથમ સ્થાનિક સરકારી હોસ્પીટલમાં સારવાર લીધા બાદ અત્રેની સિવિલમાં ખસેડવામાં આવતા સગીરાને લગભગ નવ માસનો ગર્ભ હોવાનું તબીબી તપાસમાં ખુલ્યું હતું.

Advertisement

તેણી પર દુષ્કર્મ થયાનું જાણવા મળતા હાલ હોસ્પીટલનાં સ્ટાફે પોલીસને જાણ કરતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.વધુ વિગતો મુજબ ધ્રાંગધ્રામાં એક વાડીમાં ખેતમજુરી કરતાં મુળ છોટા ઉદેપુરના શ્રમિક પરિવારની સગીર પુત્રીને ગઇકાલે સવારના સમયે પેટમાં દુ:ખાવો ઉપડતા તેમને સૌપ્રથમ ધ્રાંગધ્રા બાદ સુરેન્દ્રનગર અને ત્યારબાદ રાજકોટની ઝનાના હોસ્પીટલે ખસેડવામાં આવતા તબીબી તપાસમાં સગીરાને નવેક માસનો ગર્ભ હોવાનું ખુલતા તબીબોએ હોસ્પીટલ ચોકીના સ્ટાફને જાણ કરી હતી તેમજ ચોકીના સ્ટાફે ધ્રાંગધ્રા પોલીસને જાણ કરતાં પોલીસે સગીરાનાં માતા- પિતાના નિવેદન લેવા તજવીજ શરૂ કરી છે.

પરિવારે જણાવ્યું હતું કે તેઓ મુળ છોટા ઉદેપુરના વતની છે. તેમજ તેઓ બોટાદ હતા ત્યારે બે-ત્રણ દિવસ સગીર પુત્રીઓ સીમમાં લાકડા કાપવા જતી હતી ત્યારે કોઇ અજાણ્યા શખ્સે મોઢે ડુચો દઇ બળજબરી કરી દુષ્કર્મ ગુજાર્યું હતું. જો કે તેમનું નામ ખબર ન હોય જેથી સગીરાએ જે તે સમયે માતા-પિતાને જાણ કરવાનું ટાળ્યુ હતું અને ગઇકાલે હકિકત બહાર આવી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement