For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઉર્જા વિભાગના ભરતી કૌભાંડમાં પણ જવાબદાર અધિકારીઓને છાવરતા હોવાની રાવ

04:56 PM Jun 15, 2024 IST | Bhumika
ઉર્જા વિભાગના ભરતી કૌભાંડમાં પણ જવાબદાર અધિકારીઓને છાવરતા હોવાની રાવ
Advertisement

ઉચ્ચ અધિકારીઓ સામે તપાસ અને સસ્પેન્ડ કરેલાને બરતરફ કરવા માંગ

ઊર્જા વિભાગની ઓનલાઇન પરીક્ષામાં ચાલતી ગેરરીતિનો ભાંડો ફૂટ્યા બાદ પશ્વિમ ગુજરાત વીજ કંપનીના 30 વિદ્યુત સહાયક સસ્પેન્ડ કરાયા તે મુદ્દે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે આ સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓ સામે પણ નિષ્પક્ષ તપાસની માગણી કરી છે. તે સાથે જે કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમણે ગેરરીતિ કરી હોવાથી તેમને સસ્પેન્ડ નહીં પણ બરતરફ કરવા પણ માગણી કરી છે.

Advertisement

ઊર્જા કંપનીની પરીક્ષામાં ગેરરીતિ થકી અનેક કર્મચારીઓની ભરતી કરાઇ હોવાનું કૌભાંડ લાંબા સમયથી ચાલતું હતું. જેની વિગતો બહાર આવ્યા પછી ઊર્જા વિભાગની વીજ કંપનીઓમાં ગોકળગાયની ગતિએ તપાસ ચાલી રહી છે અને વિદ્યુત સહાયકોને સસ્પેન્ડ કરાઇ રહ્યા છે. યુવરાજસિંહ જાડેજાએ આ મુદ્દે જણાવ્યું હતું કે, 2021ના વર્ષમાં સકસેસ ઇન્ફોટેક કંપની દ્વારા વિદ્યુત સહાયકની ભરતી માટે પરીક્ષા લેવાઇ તેમાં 10 થી 15 લાખનો વહીવટ કરી ગેરરીતિ આચરવામાં આવી હતી. જેમાં અત્યાર સુધી કુલ 55 ઉમેદવારો સામે કાર્યવાહી કરવામાં આવી છે.

તેમણે ફક્ત ઉમેદવારોના બદલે સમગ્ર કૌભાંડના સૂત્રધાર, વીજ કંપનીના જે અધિકારીઓની બેદરકારી છે તેમને છાવરવામાં આવતા હોવાનો પણ દાવો કર્યો હતો. તે સાથે જણાવ્યું છે કે, આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવી વચેટિયા, એજન્ટો, અધિકારીઓ તમામ સામે તપાસ થવી જોઇએ. જેટકોની પરીક્ષામાં ઓનલાઇન સુવ્યવસ્થિત કૌભાંડ ચાલતું હોવાની સરકારમાં ઉચ્ચ સ્તરે જાણ કરી સીબીઆઇ તપાસની માગણી કરવામાં આવી હતી.
આ કૌભાંડમાં જે બાબત સામે આવી છે તેમાં પ્રાંતિજ, મોડાસા, ધનસુરા, વીરપુર-કોયડમ, જૂનાગઢ, કેશોદ સહિત અનેક સ્થળે એજન્ટો સક્રિય હતા. તેમણે ઉમેદવારો પાસેથી લાખો રૂૂપિયા લઇ વિવિધ વીજ કંપનીઓમાં નોકરી અપાવી છે. જે તે સમયે સમગ્ર કૌભાંડમાં કોણ સંડોવાયેલા હતા તેની પણ તપાસ થવી જોઇએ. વિદ્યાર્થીઓને વચેટિયાઓના કારણે નોકરી ગઇ છે અને સમાજમાં બદનામ પણ થવું પડ્યું છે ત્યારે તેના મૂળ સુધી જઇને તપાસ કરવી જોઇએ.

Advertisement
Tags :
Advertisement
Advertisement