For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાંદરડા તળાવ બનશે પિકનિક પોઈન્ટ : 17 કરોડના ખર્ચે બ્યુટીફિકેશન થશે

05:03 PM Aug 07, 2024 IST | Bhumika
રાંદરડા તળાવ બનશે પિકનિક પોઈન્ટ   17 કરોડના ખર્ચે બ્યુટીફિકેશન થશે
Advertisement

એલિવીટર બ્રિજ, બગીચાઓ, બોટિંગ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે, ટેન્ડર પ્રસિધ્ધ કરાયું

ઈસ્ટઝોન વિસ્તારમાં પ્રદ્યુમનપાર્ક ઝુ સિવાય એકપણ ફરવા લાયક સ્થળ ન હોવાનું આ વિસ્તારના લોકો કહી રહ્યા છે. જ્યારે વર્ષો પહેલા રાજાશાહી વખતમાં બનાવવામાં આવેલ રાંદરડા અને લાલપરી તળાવનો આજુબાજુનો વિસ્તાર રમણીય હોવાથી આ સ્થળ પર્યટકો માટે વિક્સિત થઈ શકે તેમ છે તેવું લાગતા મહાનગરપાલિકાએ હવે શહેરીજનો માટે એક નવો પીકનીક પોઈન્ટ બનાવવા માટે રાંદરડા અનેલાલપરી તળાવના બ્યુટીફીકેશન કરવાનો નિર્ણય લીધો છે. અલગ અલગ પ્રકારના મનોરંજનો સાથેની સુવિધાઓ ઉપલબ્ધકરાવવા માટે 17 કરોડના ખર્ચે બ્યુટીફીકેશનની કામગીરી કરવામાં આવશે. તેમ સ્ટેન્ડીંગ ચેરમેન જયમીનભાઈ ઠાકરે જણાવ્યું હતું.

Advertisement

મહાનગરપાલિકાના સ્ટેન્ડીંગ ચેરમેન જયમીનભાઈ ઠાકરના જણાવ્યા મુજબ શહેરની બહાર ફરવા માટેના અનેક સ્થળો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. તાજેતરમાં અટલ સરોવરનું નઝરાણું લોકોમાટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે. પરંતુ ઈસ્ટઝોનમાં પર્યટક સ્થળ વિક્સાવવા માટે આ વિસ્તારના લોકોની માંગણી હતી. જે અનુસંધાને પ્રદ્યુમન પાર્કની બાજુમાં આવેલ લાલપરી રાંદરડા તળાવની આજુબાજુના વિસ્તારમાં પીકનીક પોઈન્ટ બની શકે છે. તેનુંકારણ આવતા આ સ્થળની વિઝિટ કર્યા બાદ પીકનીક પોઈન્ટ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહાનગરપાલિકાના બજેટમાં આવખતે રાંદરડા, લાલપરી તળાવના બ્યુટીફીકેશન માટે ખર્ચની જોગવાઈ કરવામાં આવેલ હોય તેમજ સ્થળ તપાસની કામગીરી પૂર્ણ કરી રાંદરડા, લાલપરી તળાવ ખાતે બાગ બગીચાઓ તેમજ એલીવેટર બ્રીજ અને બોટીંગ સહિતની મનોરંજન સુવિધાઓ વિક્સાવવા માટે રૂા. 17 કરોડનો ખર્ચ કરવામાં આવશે. જેની ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ટેન્ડર આવી ગયા બાદ તુરંત કામને મંજુરી આપી વર્કઓર્ડર આપી દેવામાં આવશે અને રાંદરડા, લાલપરી, બ્યુટીફીકેશનની કામગીરી પુર ઝડપે શરૂ કરવામાં આવશે.

રાંદરડા, લાલપરી તળાવની આસપાસના એરિયામાં બાગ-બગીચાઓ તેમજ બાળકો તેમજ મોટા લોકો માટેના પીકનીક પોઈન્ટની તૈયારીઓ મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે. ઈજનેરો દ્વારા લાલપરી, રાંદરડા બ્યુટીફીકેશનની ડિઝાઈન તૈયાર કરવામાં આવેલ છે. જેની કોસ્ટ 17 કરોડ રૂપિયા થવા જાય છે. આ પ્રજેક્ટ ઝડપથી શરૂ થાય તે માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. હાલ પ્રદ્યુમન પાર્ક ઝુ ખાતે સહેલાણીઓનો મોટો ધસારો રહેવાના કારણે બાજુમાં આવેલ રાંદરડા અને લાલપરી તળાવ ખાતે વધુ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે તો સહેલાણીઓની સંખ્યામાં વધારો થઈ શકે તેમ છે. અને શહેરીજનોને વધુ એક પીકનીક પોઈન્ટ ઉપલબ્ધ થાય તે માટેની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.

દબાણોનું થશે ડિમોલિશન
પ્રદ્યુમન પાર્ક ઝુ ખાતે જવા માટે મહાનગરપાલિકા દ્વારા રોડ રસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ રોડની બન્ને બાજુ ગેરકાયદેસર દબાણો ખડકાઈ ગયેલા હોય તેનું અવાર નવાર ડિમોલીશન કરવામાં આવતું હોય છે. ત્યારે જ લાલપરી, રાંદરડા તળાવના બ્યુટીફીકેશનનો પ્રોજેક્ટ ટુંક સમયમાં શરૂ થવામાં છે. જેના કારણે લાલપરી તળાવના સ્ત્રાવ વિસ્તાર તેમજ આજુબાજુની સરકારી જમીન ઉપર થયેલા વર્ષો જૂના કાચા-પાકા મકાનો, ઝુપડાઓ તેમજ અન્ય કોમર્શીયલ એકમોના દબાણો દૂર કરવા માટે સર્વે કરવામાં આવશે. અને ત્યાર બાદ તમામ ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાની નોટીસ આપ્યા બાદ મહાનગરપાલિકા દ્વારા રાંદરડા, લાલપરી બ્યુટીફીકેશનમાં આવતા તમામ દબાણો તેમજ પ્રદ્યુમન પાર્ક ઝુની આસપાસના ગેરકાયદેસર દબાણો સહિતના તમામનું ડિમોલીશન હાથ ધરાશે તેમ જાણવા મળેલ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement