For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બામણબોર નજીક બેફામ ખનીજચોરી: કોંગ્રેસની રજૂઆત

04:07 PM Jun 11, 2024 IST | admin
બામણબોર નજીક બેફામ ખનીજચોરી  કોંગ્રેસની રજૂઆત
Advertisement

ખનીજચોરીના વિસ્તારને કોર્ડન કરી, ખનીજચોરી બાબતે પોલીસમાં ગુનો નોંધવા માંગ

2018ના વર્ષથી આજ સુધીનો ખનીજ ચોરીનો આંકડો પણ જાહેર કરવા માંગ

Advertisement

રાજકોટ જિલ્લાના બામણબોર નજીક છેલ્લા પાંચ વર્ષથી થતી ખનીજચોરીનો કોંગ્રેસે પર્દાફાશ કર્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ ગાયત્રીબા વાઘેલા અને શહેર કોંગ્રેસ પ્રમુખ- અતુલ રાજાણીએ જિલ્લા કલેકટરને લેખીત રજુઆત કરી ખનીજ માફીયાઓ સામે ગુનો નોંધાવી ખનિજચોરીનો આંકડો જાહેર કરવા માંગણી કરી છે. રજુઆતમાં કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું છે કે રાજકોટ જિલ્લાના બામણબોર વિસ્તારમાં આવેલ સરકારી ખરાબાઓ, સરકારી વીડીઓ તેમજ માયનોર ફોરેસ્ટ વિસ્તારો સહિતના વિસતારોમાં સરકારની કોઈપણ પ્રકારની મંજૂરી વગર ખનીજ માફીયાઓ દ્વારા સતત મહીનાઓ સુધી આધુનીક મશીનરીનો ઉપયોગ કરી મોટા પાયે ખનન કરી કુદરતી સરકારની માલીકીની કરોડો રૂૂપિયાની ખનીજ સંપતીની ચોરી કરવામાં આવી અને રાજયનું ખાણ ખનીજ વિભાગ ઘોર નિંદ્રામાં સુતું રહ્યું અને આવડી મોટી ખનીજ ચોરીથી ઈરાદાપૂર્વક અજાણ રહ્યું છે. ત્યારે તાત્કાલીક ધોરણે પગલાઓ ભરવા જરૂરી છે.

આ બાબતે માગણી કરાઇ છે કે, પ્રથમ તો આ આખા વિસ્તારને સીલ કરી ખનીજ સંપતીની ચોરીનો સર્વે કરી ચોરી થયેલ સંપતીનું મૂલ્યાંકન કરી ખનીજ સંપતીનાં ચોરીનો આંકડો જાહેર કરી પોલીસ ફરીયાદ કરવામાં આવે. આ વિસ્તારમાં ફરજ બજાવતા ખાણ ખનીજ અધિકારીનો / કર્મચારીનો તેમની ફરજ બેદરકારી સબબ ખુલાસો પુછી તેમની સામે કાર્યવાહી કરવામાં આવે તેમજ વીજીલન્સ ફલાઈંગ સ્કોડની ફરજ બાબત પણ ખુલાસો પુછી કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે. રજુઆતને રેકર્ડ ઉપર લઈ ફરીયાદવાળી જગ્યાનો વર્ષ 2018 થી આજદીન સુધી વર્ષવાઈઝ ગુગલ મેપ મેળવી તેના આધારે કાર્યવાહી કરવામાં આવે તો મોટી ખનીજચોરી બહાર આવશે. ગેરકાયદેસર ખનની પ્રવૃતિ ઘણાં સમયથી ચાલતી હોવા છતાં આ વિસ્તારના મામલતદાર કે સર્કલ તલાટી દ્વારા આપના વિસ્તારમાં આવી પ્રવૃતિ અંગે કોઈ જાણકારી લેખીતમાં આપવામાં આવી હતી કે કેમ? તેની તપાસ કરી તેમની સામે પણ તેમની ફરજ બેદરકારી સબબ પગલાઓ ભરી સમગ્ર પ્રકરણની જવાબદારી જે તે વિભાગના અધિકારીની નક્કી કરી તેમની સામે આકરા પગલાઓ ભરી ચોરીના નાણા વસુલવા માંગણી ક્રાઇ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement