For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જૂનાગઢમાં રાજુ સોલંકીના પરિવારજનોએ તબીબના હાથ-પગ ભાંગી નાખ્યા: રૂપિયા પાંચ લાખની લૂંટ

05:26 PM Jun 11, 2024 IST | Bhumika
જૂનાગઢમાં રાજુ સોલંકીના પરિવારજનોએ તબીબના હાથ પગ ભાંગી નાખ્યા  રૂપિયા પાંચ લાખની લૂંટ
Advertisement

જમીનનો સોદો કરવા જતાં ડોક્ટરને રસ્તા વચ્ચે આંતરી ધોકા, પાઈપ સાથે તૂટી પડ્યા: ચાર શખ્સો સામે નોંધાતો ગુનો

Advertisement

જૂનાગઢમાં સામાન્ય બાબતે એનએસયુઆઈના પ્રમુખનું અપહરણ કરી માર મારવા અંગે ગોંડલના ધારાસભ્યના પૂત્ર ગણેશ જાડેજા સામે ગુનો નોંધાયો છે ત્યારે આ પ્રકરણની પોલીસમાં ફરિયાદ કરનાર અનુસુચિત જ્ઞાતિના આગેવાન રાજુ સોલંકી અને તેના પુત્રનો પણ ગુનાહીત ઈતિહાસ સામે આવી રહ્યો છે ત્યારે આજે સવારે જમીનનો સોદો કરવા જતાં ડોક્ટર પર રાજુ સોલંકીના પરિવારજનોએ હુમલો કરી હાથ-પગ ભાંગી નાખી પાંચ લાખની લૂંટ ચલાવ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા સનસનાટી મચી જવા પામી છે.

આ ઘટના અંગેની જાણવા મળતી માહિતી મુજબ તાજેતરમાં જ જૂનાગઢ ખાતે સામાન્ય બાબતે ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા સામે અનુસુચિત સમાજના પ્રમુખ રાજુ સોલંકી અને તેના પુત્ર સંજય સોલંકીએ અપહરણ અને ખુની હુમલાની ફરિયાદ નોંધાવી હતી. જે પ્રકરણથી પિતા-પુત્ર બન્ને ચર્ચામાં આવ્યા હતાં.

ગણેશ જાડેજા સામે ફરિયાદ કરનાર રાજુ સોલંકી અને તેના પુત્ર સંજય સોલંકીનો પણ ગુનાહિત ઈતિહાસ હોવાનું સામે આવ્યું છે. દારૂ-મારામારી સહિતના 17થી વધુ ગુના પિતા-પુત્ર સામે નોંધાયા છે. ત્યારે આજે રાજુ સોલંકીના પરિવારજનો સામે વધુ એક ગુનો પોલીસ ચોપડે નોંધાયો છે. જેમાં મેઘાણી નગરમાં ક્લિનીક ધરાવતા ડો. રસિદભાઈ સવારે ક્લિનિકેથી જમીનનો સોદો કરવા માટે જતા હતા ત્યારે રાજુ સોલંકીના ભાઈ અને ભત્રીજા સહિતના શખ્સોએ સ્વામિ વિવેકાનંદ સ્કૂલ પાસે તબીબને આંતરી ધોકા-પાઈપ વડે મારમારી પાંચ લાખની રોકડ સોનાનો ચેન અને વીટી-મોબાઈલની લુંટ ચલાવી નાશી ગયા હતાં.

બીજીબાજુ ગંભીર રીતે ઘવાયેલા ડો. રસિદને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને તેના બન્ને હાથ-પગ ભાંગી નાખવામાં આવ્યા છે. પોલીસની પુછપરછમાં ગઈકાલે જ રાજુ સોલંકીનો ભાઈ તેમનાક્લિનિકે આવ્યો હતો અને આ વખતે જમીનનો સોદો કરવા જવાની વાતચીત થઈ હતી જેનો લાભ લઈને આજે સવારે તબીબ ઉપર વોચ ગોઠવી હુમલો કરી લુંટ ચલાવવામાં આવી હોવાની શંકાય વ્યક્ત કરવામાં આવી છે.
આ ઘટનાની જાણ થતાં સી ડીવીઝન પોલીસ સ્ટાફ હોસ્પિટલે દોડી જઈ ડો. રસિદની ફરિયાદ પરથી રાજુ સોલંકીના ભાઈ અને ભત્રીજા સામે લૂંટ અને ખુની હુમલાનો ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવાના ચક્રોગતિમાન કર્યા છે. જાણવા મળ્યા પ્રમાણે ડો. રસિદ જૂનાગઢના એનસીપીના મહિલા કોર્પોરેટરના નણદોઈ થતાં હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement