For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સબ જુનિયર ફૂટબોલ ટૂર્નામેન્ટમાં રાજકોટની ટીમનો ફાઇનલમાં પ્રવેશ

04:19 PM Jul 31, 2024 IST | admin
સબ જુનિયર ફૂટબોલ ટૂર્નામેન્ટમાં રાજકોટની ટીમનો ફાઇનલમાં પ્રવેશ

કાલે અમદાવાદ-વડોદરાની ટીમમાંથી વિજેતા થનાર ટીમ ફાઇનલમાં ટકરાશે

Advertisement

ગુજરાત સ્ટેટ ફુટબોલ એસોસિએશન દ્વારા રાજકોટ ખાતે તા. 20-07-2024 થી તા.02-08-2024 દરમ્યાન રમાઈ રહેલ સબ જુનીયર (યુ-14) ભાઈઓની ફુટબોલ ટુર્નામેન્ટમાં સેમી ફાઈનલ મેચ અમદાવાદ તથા બરોડા વચ્ચે તા. 01-08-2024 ના રોજ રમાશે જેમાં વિજેતા થનાર ટીમ રાજકોટ ડિસ્ટ્રીકટની ફુટબોલ ટીમ સામે ફાઈનલમાં તા.02-08-2024ના રોજ સવારના 8 કલાકે રમશે. રાજકોટ ટીમમાં રાજન રૈયાણી, વેદ વાઘેલા, આદર્શ મિશ્રા, આલોક ચાવડા, આરવ જાગાણી, વેદ ચિત્રોડા, જીશ્નુ સમબાણા, પંકજ શર્મા, જય માનસુરીયા, અમન રૂદાતલા, યજ્ઞ કાલરીયા, દેવ મહેતા, ક્રિન્સ સાણંદીયા, રોહાન રાઠોડ, આદમ ગુસૈન, અદ્વૈત પ્રદીપ, પ્રસન્ન ધોળકીયા, યશવર્ધન જાડેજા, કૃત બોદર, ભવ્યન ચોવટીયા ખેલાડી ભાગ લઇ રહ્યો છે. અનુરાગ મલ્લ (મેનેજર) અને અમિત શિયાળીયા (કોચ), ફાઈનલ મેચ નિહાળવા માટે રાજકોટની ફુટબોલ પ્રેમી જનતાને હાર્દિક આમંત્રણ છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement