હોળી-ધુળેટીમાં પોલીસ દોડતી રહી, નબીરાઓને કરાવાઈ ઊઠબેસ
- રેસકોર્સ રિંગ રોડ ઉપર ઉત્પાતિયાઓને કાયદાનું ભાન કરાવાયું, ચેકિંગ ડ્રાઈવમાં 14 પીધેલા પણ પકડાયા
ગઈકાલે ધુળેટીના પર્વમાં રંગીલુ રાજકોટ રંગબેરંગી રંગમાં રંગાઈ ગયું હતું.વહેલી સવારથી જ લોકો ધૂળેટીના તહેવાર ધામધૂમથી મનાવવા માટે મિત્રો અને યુવાધન ડીજેના તાલે ઝૂમી ઉઠ્યો હતો.રંગીલા રાજકોટના રેસકોસ ગ્રાઉન્ડ અને રિંગ રોડ ખાતે રંગોના પર્વની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી હતી.મોટી સંખ્યામાં વિવિધ ગ્રુપના લોકો ડીજેના તાલે ધૂળેટીમાં તહેવાર મનાવતા નજરે ચડ્યા હતા.
રાજકોટના અનેક વિસ્તારોમાં ઢોલના તાલે પણ રંગીલા શહેરીજનોએ એકબીજાને રંગ લગાવ્યો હતો.પોલીસ અધિકારીઓએ પણ એકબીજાને રંગ લગાવી ધુળેટીની શુભકામનાઓ પાઠવી હતી.રાજકોટ શહેર પોલીસ કમિશનર સહિતના અધિકારીઓએ પણ રંગોના તહેવારની ઉજવણી કરી હતી.ત્યારે રાજકોટમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળી ધુળેટીના પર્વમાં પોલીસ સતત દોડતી રહી હતી.તેમજ પોલીસ ક્ધટ્રોલ રુમમાં અનેક લોકોના કોલ રણક્યા હતા.
રાજકોટ શહેર પોલીસ દ્વારા હોળી અને ધુળેટી પર્વ શાંતીપૂર્વક યોજવામાં આવે માટે સવારથી લઈ રાત્રી સુધી વાહન ચેકીંગ ડ્રાઇવ યોજવામાં આવી હતી.આ વાહન ચેકીંગ અનેક લોકો દંડાયા હતા અને અમુકના વાહન ડિટેઇન કરવામાં આવ્યા હતા.ત્યારે લગભગ 14 જેટલા લોકો પીધેલી હાલતમાં વાહન લઈ અને પગપાળા નીકળતા પોલીસની ઝપટે ચડ્યા હતા.પીધેલાઓમાં મવડી મેઈન રોડ વિનાયકનગરમાં રહેતા સંજય રઘુ ડોડીયા,ઘંટેશ્વર 25 વારિયામાં રહેતા જયેશ સુનિલ વઢવાણીયા, રેલનગરમાં સંતોષીનગરમાં રહેતા દિનેશ પ્રેમજીભાઈ જોગરાજીયા, માધાપર ચોકડી પાસે વોરા સોસાયટીમાં રહેતા મિલનભાઈ નરભેરામભાઈ ગોંડલીયા,ગોંડલ રોડ વીર નર્મદ ટાઉનશિપમાં રહેતા દિનેશ સંજય ટમટા અને રૈયા રોડ હનુમાન મઢી પાસે છોટુનગરમાં પાસેથી પ્રકાશભાઈ મધુભાઈ ગઢતરા સહિત 14 શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા.
તેમજ રેસકોર્સ રિંગ રોડ પર ગઈકાલે ધુળેટીના દિવસે રાહદારીઓ પર રંગો નાખતા અને તત્વોને પોલીસે પકડી લીધા હતા અને ત્યાં સ્થળ પરજ ઉઠબેસ કરાવી કાયદાનું ભાન કરાવ્યું હતું.તેમજ અમુક પીધેલાઓને પણ લોક અપ હવાલે કરવામાં આવ્યા હતા.
દારૂની ડ્રાઇવ કરી મહિલા સહિત 30 શખ્સોને ઝડપી લીધા
હોળી ધુળેટી પર્વમાં અલગ અલગ પોલીસ મથકમાં દેશી અને વિદેશી દારૂૂની ડ્રાઇવ રાખવામાં આવી હતી.પોલીસે અંદાજીત 25થી 30 લોકોને દેશી દારૂૂ સાથે પકડી લીધા હતા.જેમાં ગાંધીગ્રામના લાખના બંગલા પાસે રહેતો દિલીપ કંબોડીયા, અરવિંદ રમેશ સીતાપરા, કલ્પેશ ઉર્ફે અજુભાઈ માથાસૂરિયા, જસુબેન દેવાભાઈ, શીતલ મગનભાઈ, ભગવતીપરામાં રહેતા યુનુસ નૂરમહંમદ સહિતના લોકોને પકડી કાર્યવાહી કરાઈ છે.