For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટ તાલુકા મામલતદાર કચેરી પાસે જનસેવા-ઈ-ધરા કેન્દ્ર બનાવવા માટે મંજૂરી

05:59 PM Feb 13, 2024 IST | Bhumika
રાજકોટ તાલુકા મામલતદાર કચેરી પાસે જનસેવા ઈ ધરા કેન્દ્ર બનાવવા માટે મંજૂરી

બગીચાવાળી જગ્યામાં 1 કરોડના ખર્ચે અદ્યતન સુવિધાવાળું બે માળનું બિલ્ડિંગ બનાવવા પ્લાન-ખર્ચ મગાવાયા

Advertisement

રાજકોટની જુની કલેકટર કચેરીમાં કાર્યરત તાલુકા મામલતદાર કચેરીની સામે આવેલ બગીચામાં અંદાજે એક કરોડના ખર્ચે અતિ આધુનિક જનસેવા કેન્દ્ર અને રેકડ રૂમ બનાવવા માટે રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ મજૂરી આપ્યા હોવાનો મહેસૂલી સૂત્રો માંથી જાણવા મળેલુ છે. આ સંદર્ભે રાજકોટ તાલુકા મામલતદારએ માર્ગ અને મકાન વિભાગને એક પત્ર લખી આ નવુ બિલ્ડીંગ બનાવવા માટેના પ્લાનને એસ્ટીમેટ તૈયાર કરી ઝડપથી મોકલી આપવા પત્ર લખ્યો હોવાનો સુત્રએ ઉમેરીયુ હતું.

રાજકોટની જૂની કલેકટર કચેરીમાં કાર્યરત તાલુકા મામલતદાર કચેરીમાં ઇ-ધરા કેન્દ્ર જૂની પોસ્ટ ઓફીસ ખાતે હંગામી ધોરણે ચાલુ કરવામાં આવેલ છે. હાલની ઓફીસમાં સ્ટાફને બેસવા તેમજ અરજદારોને આવવા માટે પણ ખૂબજ મુશ્કેલી પડી રહી છે. આ ઉપરાંત તાલુકા મામલતદાર કચેરીમાં 100 વર્ષે જૂના રેકડ સચવવા માટે પૂરતી જગ્યા ઉપલ્બધ નથી. હાલની રાજકોટ તાલુકા મામલતદાર કચેરીનુ જન સેવા કેન્દ્ર પણ પાર્ટીશન બનાવીને પત્રના સેડમાં ચાલી રહ્યું છે. આ કચેરીમાં પણ અજદારોને આવવા જવવા મુશ્કેલી પડી રહી છે. તાજેતરમાં રાજકોટ જિલ્લા કલેક્ટરએ જૂની કલેકટર કચેરીમાં જે અસુવિધાઓ છે તે સંદર્ભે વિસ્તુત્ર અહેવાલ માગવીયો હતો.

Advertisement

રાજકોટ તાલુકા મામલતદાર મકવાણાએ પોતાની કચેરીમાં જે અસુવિધાઓ છે તે સંદર્ભે રાજકોટ જિલ્લા કલેકટરને નવુ જન સેવા કેન્દ્ર તેમજ ઇ-ધરા અને રેકડ રૂમ બનાવવા માટે દરખાસ્ત કરી હતી. આ દરખાસ્તને ે જિલ્લા કલેકટરે મંજૂર કરી હતી. આ માટે થઈને આજે રાજકોટ તાલુકા મામલતદાર મકવાણાએ માર્ગ અને મકાન વિભાગને રાજકોટ તાલુકા મામલતદાર કચેરીની સામે આવેલ બગીચાની જગ્યામાં કે જે 2000 ચો.મિ. જેવી ઉપલબ્ધ છે ત્યાં બે માળનું નવું જનસેવા કેન્દ્ર તેમજ બીજા માળે હાઈટેક રેકર્ડ રૂમ બનાવવા માટે પ્લાન, નકશા અને અંદાજીત ખર્ચની ગણતરી કરી વિસ્તૃત અહેવાલ મોકલી આપવા પત્ર લખ્યો છે.

રાજકોટ તાલુકા મામલતદાર કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ, મામલતદાર કચેરીની સામે આવેલ 2000 ચો.મી. જમીનમાં કે જ્યાં ાલ બગીચો છે ત્યાં બે માળનું અદ્યતન બિલ્ડિંગ બનાવવામાં આવે તો ભોંય તળીયે પૂરવઠા વિભાગ, ઈ-ધરા કેન્દ્ર, એટીવીટી, જનસેવા કેન્દ્ર સહિતની કચેરીઓ કાર્યરત કરવામાં આવશે જ્યારે આ બિલ્ડિંગના પ્રથમ માળે અદ્યતન રેકર્ડ રૂમ તૈયાર કરવામાં આવશે જ્યાં તાલુકા મામલતદારનો અત્યંત મહત્વનો રેકર્ડ સાચવી શકાશે. આ બિલ્ડિંગનું ઝડપથી શરૂ કરવા માટે રાજકોટ તાલુકા મામલતદાર મકવાણા સતત પ્રયત્નશીલ હોવાનું જાણવા મળેલ છે. આ કચેરી બનાવવા માટે અંદાજીત એકાદ કરોડ રૂપિયાનો ખર્ચ થાય તેવો અંદાજ મંડાઈ રહ્યો છે.

આજે બપોર બાદ લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠક: 100 કેસો મુકાશે
રાજકોટ જિલ્લા કલેકટર કચેરીમાં છેલ્લા એક માસથી નહીં મળેલી લેન્ડગ્રેબિંગ કમિટીની મિટિંગ આજે બપોર બાદ બોલાવવામાં આવી છે અંદાજે 100 જેટલા કેસોનું હિયરીંગ રાખવામાં આવ્યું છે. ગુણદોશના આધારે કેટલી પોલીસ ફરિયાદ કરવી તેનો નિર્ણય આ કમિટીમાં લેવામાં આવશે. આ સંદર્ભે સૂત્રોએ એવું ઉમેર્યું હતું કે, લેન્ડગ્રેબિંગ કાયદાની અમલવારી થયા બાદ મોટાભાગના કેસોમાં કૌટુંબિક પ્રશ્ર્નો સામે આવે છે જેમાં પાછળથી ઈન્ટરલ સમજૂતી થઈ જતી હોય છે આવા કેસોમાં કલેકટર કક્ષાથી નિર્ણય લેવાતો નથી અને આવા કેસો મોટાભાગે દફતરે કરવામાં આવ છે. આજે મળનારી લેન્ડગ્રેબિંગ કમિટીની બેઠકમાં રાજકોટ શહેર પોલીસ કમિશનર, જિલ્લા પોલીસ વડા, જિલ્લા વિકાસ અધિકારી, અધિક નીવાસી કલેકટર તેમજ પ્રાંત અધિકારીઓ ઉપસ્થિત રહેશે અને જિલ્લા કલેકટરની અઘ્યક્ષતામાં નિર્ણય લેવાશે તેવું જાણવા મળે છે.

શુક્રવારથી જૂની કલેકટર કચેરીમાં આધારકાર્ડ કેન્દ્ર શરૂ કરવા તૈયારી
રાજકોટની નવી કલેકટર કચેરીમાં ત્રણ વર્ષ અગાઉ હાલના જનસેવા કેન્દ્રમાં આધારકાર્ડ કેન્દ્ર ચાલુ કરવામાં આવ્યું હતું પરંતુ ઓપરેટરોના આઈ.ડી.ની મુદ્દત પૂરી થઈ જતાં અને કોરોના કાળ આવી જતાં નવી કલેકટર કચેરીના જનસેવા કેન્દ્રમાં આધારકાર્ડ કેન્દ્ર બંધ કરવામાં આવ્યું હતું. મહેસુલી તંત્રની એકપણ કચેરીમાં આધારકાર્ડ નવા કાઢી આપવા તેમજ સુધારા-વધારા માટે સુવિધા ઉપલબ્ધ ન હતી. હજારોની સંખ્યામાં અરજદારો દરરોજ કલેકટર કચેરી તેમજ જૂની કલેકટર કચેરીમાં ધકકા ખાતા હતાં. લોકોની હાલાકીને ઘ્યાનમાં લઈને રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ કેન્દ્ર સરકારની મંજૂરી લઈને આધારકાર્ડ કેન્દ્રની એક કિટ મંજૂર કરાવી છે. કેન્દ્ર સરકારે મંજૂરી આપવા શુક્રવારથી જૂની કલેકટર કચેરીના તાલુકા મામલતદાર વિભાગમાં નવું આધારકાર્ડ સેન્ટર શરૂ કરી દેવામાં આવશે તેવું અધિક નીવાસી કલેકટર ચેતન ગાંધીએ જણાવ્યું હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement