For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટ RTOમાં વાહનોના નંબરની નવી સિરીઝ માટે ઇ-ઓકશન શરૂ

11:37 AM Jan 02, 2024 IST | Sejal barot
રાજકોટ rtoમાં વાહનોના નંબરની નવી સિરીઝ માટે ઇ ઓકશન શરૂ

પ્રાદેશિક વાહન વ્યવસર કચેરી, રાજકોટ દ્વારા તમામ મોટર વાહન માલિકોને જણાવવામાં આવે છે.) નવિ મોટર સાયકલ પકારના વાહનોને લગતી જીજે03-એનજે અને જીજે3- એનકે, તા.08/01/2024 થી શરૂૂ કરવામાં આવનાર હોઈ જીજે-03 એન.જે તથા અગાઉની સીરીઝના બાકી રહેતા ગોલ્ડન-સીલ્વર નંબર મેળવવા માટે ઇચ્છુક વાહન માલિકો તેમના વાહનનું રજીસ્ટ્રેશન કરી onlinebttp://parivahan. gov.in/fancy પર online રજીસ્ટ્રેશન કરી ઓકશનમાં ભાગ લઈ શકશે. જે માટે બરજદારોએ નીચે દર્શાવેલ પ્રક્રિયા તેમજ સૂચના મુજબ કામગીરી કરવાની રહેશે. અરજદારે parivahan. gov.in વેબસાઇટ જવું. વેબસાઇટમાં દર્શાવેલા ઓનલાઈન સર્વિસ પર ક્લિક કરવું. ત્યારબાદ fancy number bookingkh પર કિલક કરવું. જેમાં પબ્લિક યુઝર પસંદ કરી આઈ.ડી. બનાવવું. આઈ.ડી. બનાવ્યા બાદ સી.એન.એ ફોર્મ ઓનલાઈન ભરવું. પસંદગીનો નંબર સિલેક્ટ કરી દર્શાવેલી ઓછાંમાં ઓછી ફી ભરવી. ઓનલાઇન ફી ભર્યા બાદ બિડિંગ એટલેકે હરાજીમાં ભાગ લેવો. હરાજીમાં નંબર મેળવ્યા બાદ પાંચ દિવસમાં હરાજીની બાકીની રકમ ભરવી. હરાજીની રકમ ભર્યા બાદ આર.ટી.ઓ કચેરીએથી એપૂઅલ લઈ નંબર મેળવવો. વાહન ખરીદીના સાત દિવસમાં અરજદારે સી.એન.એ ફોર્મ ભરવાનું રહેશે.
મોટર સાયકલની સીરિઝ GJ-03-NJ તથા અગાઉની સીરીઝના બાકી રહેતા ગોલ્ડન-સીલ્વર નંબરનું ઓનલાઈન ઓકશન થશે.-ઓક્શનમાં ગોલ્ડન-સીલ્વર તથા રેગ્યુલર નંબર મેળવવા માટે તા.08/01/2024 સાંજે 04:00 કલાક થી તા.10/01/2024 સાજે 04:00 કલાક સુધી ઓનલાઇન એપ્લીકેશન કરવાની રહેશે, તેમજ તા.10/01/2024 સાંજે 04:01 કલાક થી તા.12/01/2024 ના સાંજે 04:00 કલાક સુધી ઓનલાઇન ઓકશનમાં બિડિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તા.12/01/2024 સાંજે 04:15 ના રોજ પરીણામ ઓનલાઇન જાહેર થશે. વાહન વેચાણ તારીખથી 7 દિવસ ની અંદર સી.એન.એ ફોર્મ ઓનલાઈન ભરેલ હોવું ફરજિયાત છે. સમય મર્યાદા બહારની અરજી માન્ય ગણવામાં આવશે નહીં.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement