For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટમાં સતત બીજા દિવસે વાઝડી સાથે કમોસમી ઝાપટા

05:12 PM May 16, 2024 IST | Bhumika
રાજકોટમાં સતત બીજા દિવસે વાઝડી સાથે કમોસમી ઝાપટા
Advertisement

વીજળીના કડાકા-ભડાકા સાથે વંટોળિયો ફૂંકાતા અનેક વિસ્તારોમાં વીજપુરવઠો ખોરવાયો

અમુક વિસ્તારોમાં ભારે ઝાપટા પડતા રસ્તાઓ ઉપર પાણી વહ્યા, પીજીવીસીએલનો સ્ટાફ રાતભર દોડ્યો

Advertisement

રાજકોટ શહેર તથા આસપાસના વિસ્તારોમાં ગઇકાલે સતત બીજા દિવસે વાઝડી સાથે કમોસમી વરસાદના ઝાપટા પડયા હતા જેના કારણે અમૂક સ્થળે પતરા-છાપરા ઉડયા હતા, તો શહેરના અનેક વિસ્તારોમાં વિજપૂરવઠો ખોરવાઇ ગયો હતો.

ગઇકાલે બુધવારે સાંજે પાંચ વાગ્યા બાદ શહેર તથા આસપાસના વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને પ્રથમ ધૂળની ડમરીઓ સાથે વાઝળી ફુંકાયા બાદ વરસાદ શરૂ થયો હતો અને લગભગ એકાદ કલાક સુધી વંટોળીયા અને વિજળીના કડાકા-ભડાકા વચ્ચે છૂટાછવાયા ઝાપટા પડયા હતા. શહેરના કાલાવડ રોટ ઉપર આવેલ લોધીકા, ખીરસરા તેમજ કોટડાસાંગાણી પંથકના અમૂક ગાકડાઓમાં એક ઇંચથી વધુ વરસાદ પડી ગયાના વાવડ છે.રાજકોટ શહેરમાં પણ ભારે ઝાપટા પડતા રસ્તાઓ ઉપર પાણી વહેવા લાગ્યા હતા. ગઇકાલેના વંટોળીયા અને વરસાદના કારણે પીજીવીએલને સૌથી વધુ નુકશાન અને દોકધામ થઇ હતી. પીજીવીએલની સતાવાર યાદી મુજબ રાજકોટનાં આઠ જેટલા ફિડરમાં ગઇકાલે વીજપૂરવઠો ખોરવાઇજતા સ્ટાફે રાતભર દોડધામ કરી વીજ પૂરવઠો શરૂ કર્યો હતો.

આ સિવાય રાજકોટ ગ્રામ્ય વિસ્તારના ખેતિવાડીના 97 સહિત 107 ફિડર બંધ થયા હતા જયારે એક ટી.સી. ડેમેજ થઇ ગયુ હતુ. પોરબંદર-અમરેલી સુરેન્દ્રનગર અને રાજકોટ મળી કુલ 313 ફિડરમાં આવતા કુલ 233 ગામડાઓમાં વીજ પૂરવઠો ખોરવાયો હતો અને કુલ 18 ટીસી ડેમેજ થયા હતા હજુ 313માંથી 236 ફિડર રિપેરિંગની કામગીરી ચાલી રહી છે.

ઝીલરિયામાં ભાગવત કથાનો મંડપ ઊડયો, ભાવિકોમાં ભાગદોડ
રાજ્યમાં મે મહિનાના માવઠાએ ચારેકોર તબાહી મચાવી હતી. આ સાથે જ અવારનવાર રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા અને વાવાઝોડાની અસર જોવા મળી રહી હતી. વરસાદી ઝાપટના કારણે અનેક જગ્યાઓએ મોટું નુકસાન જોવા મળ્યું છે.આ સમયે રાજકોટના પડધરી તાલુકાના ઝીલરીયા ગામે શ્રીમદ ભાગવત સપ્તાહમાં વરસાદ વિઘ્ન બન્યો હોવાનું સામે આવ્યું છે. રાજકોટના પડધરી તાલુકાના ઝીલરીયા ગામે ગઈકાલે શ્રીમદ ભાગવત સપ્તાહ ચાલી રહી હતી. આ સમયે વરસાદ વિલન બન્યો હતો. ભારે પવન સાથે વરસાદ પડ્યો હચો ભારે પવનના કારણે શ્રીમદ ભાગવત સપ્તાહના મંડપને નુકસાન થયું હતું. આ સાથે જ ભારે પવન ફૂંકાતા કથા સાંભળી રહેલા લોકો મંડપ છોડી દૂર જતાં રહ્યા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement