For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટમાં ફક્ત 8625 પશુ, ડેરીના ચોપડે સંખ્યા બમણી

04:05 PM Jan 01, 2024 IST | Sejal barot
રાજકોટમાં ફક્ત 8625 પશુ  ડેરીના ચોપડે સંખ્યા બમણી

શહેરમાં રખડતા પશુઓ નિયંત્રણ મુદ્દે સરકારની ગાઈડલાઈન મુજબ મહાનગરપાલિકાએ ગઈકાલ સુધી કડક અમલવારી શરૂ કરી ન હતી. છેલ્લ ાબે દિવસ પશુના રજીસ્ટ્રેશન માટે ભારે ટ્રાફિક રહ્યા બાદ બે દિવસમાં 1414 પશુઓનું રજીસ્ટ્રેશન થતાં કુલ રજીસ્ટ્રેશનનો આંકડો 8625એ પહોંચ્યો છે. જેની સામે દૂધની ડેરીમાં શહેરમાંથી બમણી માત્રામાં પશુઓનું રજીસ્ટ્રેશન થયેલું હોવાની ચર્ચા જાગતા શહેરમાં હજુ અનેક પશુઓ રજીસ્ટ્રેશન વગરના પશુ હોવાનું જાણવા મળેલ છે. જેથી આગામી દિવસોમાં પણ પશુનોંધણી પુરજોશમાં ચાલુ રહેશે અને વાડામાં બાંધેલા પશુઓ પકડવાની પણ કામગીરી ઝડપી ચાલુ રાખવામાં આવશે. તેમ મનપાના ઢોરપકડ પાર્ટી વિભાગમાંથી જાણવા મળેલ છે.
મહાનગરપાલિકાના ઢોરપકડ પાર્ટી વિભાગમાંથી જાણવા મળેલ વિગત મુજબ પશુ નિયંત્રણ કાયદાની અમલવારી આજથી શરૂ કરવામાં આવી છે. નવા નોટીફીકેશન મુજબ દરેક પશુપાલકોએ પોતાને ત્યાં રાખવામાં આવેલ પસુનું રજીસ્ટ્રેશન કરાવી ટેગ પહેરાવી ફરજિયાત છે તેવી જ રીતે જે જગ્યામાં પસુ રાખેલા હોય તે જગ્યા નિયમ મુજબ હોવી તથા આ જગ્યાનું પણ રજીસ્ટ્રેશન કરાવેલું હોવું જોઈએ તેવી જ રીતે શહેરમાં રખડતા પશુઓને પકડવાની કામગીરી 24 કલાક ચાલુ રાખવામાં આવે અને પકડાયેલ પશુને ભારે દંડ લઈને છોડવામાં આવે તથા જો પશુપાલક નિયત સમયમાં પોતાના પશુને છોડાવવા ન આવે તો આ પ્રકારના પશુઓની અપસેટ પ્રાઈઝ નક્કી કરી પશુઓની જાહેર હરરાજી કરવામાં આવે તે સહિતના નિયમોની કડક અમલવારી કરવાના આદે અપાયા છે. જેના કારણે મનપાની ઢોર પકડ પાર્ટી દ્વારા આજથી કડક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. અને રજીસ્ટ્રેસન વગરના ઘરમાં બાંધેલા અથવા રખડતા ઢોર પકડીને ઢોરડબે પુરી દેવામાં આવશે.
શહેરમાં રખડતા પસુઓ નિયંત્રણ કાયદા હેઠળ 1 જાન્યુઆરીથી મહાનગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં ાવનાર છે. એક સપ્તાહ પહેલા નવા નોટીફીકેશન મુજબની જાહેરાત મનપાએ કરેલ અને પશુપાલકોને રજીસ્ટ્રેશન કરાવી લેવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો. તેવી જ રીતે શહેરમાં દિવસ અને રાત અલગ અલગ ટીમો દ્વારા રખડતા પશુઓ પકડવાની કામગીરી હાથ ધરાઈ હતી. રખડતા પશુઓ પકડાય અને આ પશુનું રજીસ્ટ્રેસન ન થયું હોય અથવા ટેગ પહેરાવેલ ન હોય ત્યારે આ પશુને છોડવામાં આવતા નથી. અને મનપાએ 31 ડિસેમ્બર સુધી રજીસ્ટ્રેશન માટેની મુદત આપી હતી જે ગઈકાલે પૂર્ણ થતાં છેલ્લા બે દિવસમાં 1400થી વધુ પુશુ પાલકોએ રજીસ્ટ્રેશન કરાવી છે અને આગામી દિવસોમાં પણ નોંધણી પ્રાક્રિયા ચાલુ રહેશે પરંતુ આજથી રજીસ્ટ્રેશન વગરના પશુઓ પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

Advertisement

ફોર્મ ભરાઈ ગયા હોય તેવા પશુપાલકોને છૂટ

શહેરમાં આજથી રજીસ્ટ્રેશન વગરના રખડતા તેમજ વાડામાં બાંધેલા પશુઓ પકડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. છેલ્લી 31 તારીખ નોંધણી માટે હોવાથી બે દિવસ રજીસ્ટ્રેશન માટે ભારે ધસારો રહ્યો હતો. બે દિવસમાં 1414 પશુઓનું રજીસ્ટ્રેશન થયા બાદ આજથી ઝુંબેશ શરૂ કરાઈ છે. પરંતુ જે પશુપાલકોએ ફોર્મભરીને નોંધણી કરાવી લીધી હોય તેમણે ડરવાની જરૂર નથી સ્થળ તપાસ દરમિયાન પશુપાલક વિભાગની ટીમને મનપા દ્વારા આપવામાં આવેલ નોંધણીની પહોંચ બતાવવાની રહેશે તેમ જણાવવામાં આવ્યું છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement