For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટ શહેર-જિલ્લાના પરિણામમાં 12.39 ટકાનો વધારો

05:04 PM May 11, 2024 IST | Bhumika
રાજકોટ શહેર જિલ્લાના પરિણામમાં 12 39 ટકાનો વધારો
Ahmedabad, May 09 (ANI): Students of HB Kapadia New High School check their phones after Gujarat Secondary and Higher Secondary Education Board declared Class 12 exams result, in Ahmedabad on Thursday. (ANI Photo)
Advertisement

ઝીરો પરિણામ મેળવનારી શાળાઓની સંખ્યામાં તોતિંગ ઘટાડો અને 100 ટકા પરિણામ મેળવનારી શાળાઓમાં ત્રણ ગણો વધારો

સરેરાશ પરિણામ 83.23 ટકા, A-1, ગ્રેડ મેળવનાર છાત્રોની સંખ્યા 843માંથી વધી 2791 થઇ

Advertisement

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધો.10નું પરિણામ આજે જાહેર થયુ છે. ત્યારે રાજકોટ શહેર-જિલ્લાનું પરિણામ 83.23 ટકા આવ્યું છે. જે ગત વર્ષની સરખામણીએ 12.49 ટકા વધુ છે. રાજકોટ શહેર-જિલ્લામાં 2791 વિદ્યાર્થીઓએ એ-1 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે 6372 છાત્રોએ એ-2 ગ્રેડ મેળવ્યો છે. ગત વર્ષ 13 જેટલી શાળાઓના પરિણામ ઝીરો આવ્યા હતા. તેની સંખ્યા આ વર્ષે ઘટી છે અને ચાર શાળાનું પરિણામ ‘ઝીરો’ આવ્યું છે.

ગતવર્ષે ધો.10માં એ-1 ગ્રેડ મેળવનાર છાત્રોની સંખ્યા 843 હતી તે આ વખતે વધીને 2791 થઇ છે. સાથો સાથ જિલ્લામાં સો ટકા પરિણામ મેળવનાર શાળાઓની સંખ્યા ગતવર્ષે 29 હતી તે આ વર્ષે વધીને 116 પર પહોંચી છે.
ગુજરાતમાં 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યામાં સૌથી વધારો રાજકોટમાં નોંધાયેલ છે. 100 ટકા પરિણામ વાળી શાળાઓની સંખ્યા 29 હતી તે ચાર ગણી વધીને 116 થઇ છે.

આ ઉપરાંત સમગ્ર ગુજરાતનું એવરેજ પરિણામ 82.56 ટકા આવ્યુ છે. તેની સામે રાજકોટ જિલ્લાનું ધો.10નું પરિણામ પોણો ટકો ઉંચુ 83.23 ટકા આવ્યું છે.

વર્ષ 2023માં રાજકોટ શહેર અને જિલ્લાનું પરિણામ 72.74% હતું. વર્ષ 2022માં 72.86% હતું. તેમજ વર્ષ 2020 માં 64.08% પરિણામ આવ્યું હતું. આમ ક્રમશ: 2020ની સરખામણીએ 2024ના ચારવર્ષમાં પરિણામમાં 21%નો વધારો થયો હોવાનું સામે આવ્યું છે.

2020ની સરખામણીએ જોવામાં આવે તો રાજકોટના પરિણામમાં થયો 21%નો વધારો: વર્ષ 2024માં રાજકોટ શહેર અને જિલ્લામાં 36,781 વિદ્યાર્થીઓ પૈકી 36,675 વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા આપવામાં આવી હતી. જે અંતર્ગત એ1 ગ્રેડ ધરાવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 2,791 છે. તેમજ એ2 ગ્રેડ ધરાવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 6,372 છે. તો સાથે જ ચાલુ વર્ષે 0% પરિણામ ધરાવતી 4 જેટલી શાળાઓ છે. જેની સંખ્યા વર્ષ 2023માં 13 હતી જે ઘટીને 4 થઈ હોવાનું સામે આવ્યું છે. 30% થી ઓછું પરિણામ ધરાવતી શાળા ચાલુ વર્ષે 14 છે. 30 ટકાથી ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા ગત વર્ષે 53 હતી જે ઘટીને 14 થઈ છે. તો સાથે જ ગત વર્ષે 100% પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 29 હતી જે શાળાઓની સંખ્યા વધીને 116 પર પહોંચી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement