For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રૈયા ચોકડીએ યુવતી ઉપર સરાજાહેર હુમલો

04:44 PM Jun 14, 2024 IST | Bhumika
રૈયા ચોકડીએ યુવતી ઉપર સરાજાહેર હુમલો
Advertisement

યુગલે કરી મારામારી, સાહિલ નામનો શખ્સ હોસ્પિટલમાં દાખલ થયા બાદ નાસી ગયો, ઘવાયેલી યુવતી પણ ગુમ

રાજકોટ શહેરમાં અવાર નવાર મારામારી તેમજ વાહનોમાં સ્ટંટ કરવાની ઘટના સામે આવે છે.આ ઘટનાઓનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસ પણ ધંધે લાગે છે.ત્યારે રાજકોટના રૈયા ચોકડી પાસે મોડી રાત્રીના પ્રેમસબંધ મામલે બે યુવતી અને એક યુવક વચ્ચે સરા જાહેર મારામારી થઈ હતી બાદમાં એક યુવાને એક યુવતીને છરીનો ઘા દીધો હતો.આ બનાવનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.આ ઘટનામાં યુનિવર્સિટી પોલીસના સ્ટાફે વધુ તપાસ શરૂૂ કરી હવે ગુનો નોંધવાની કાર્યવાહી આદરી છે.

Advertisement

વધુ વિગતો મુજબ,રૈયા ચોકડીએ આવેલા પુલ નીચે ફૂટપાથ પાસે રાત્રિના એક એક્ટિવા લઈ આવતી યુવતી અને બીજી યુવતી સાથે કોઈ બાબતે બોલાચાલી થયા બાદ માથાકૂટ થઈ હતી.બાદમાં આ ઝઘડો ઉગ્ર બનીને મારામારી સુધી પહોંચી ગયો હતો.આ દરમિયાન એક યુવાન દોડી આવી યુવતી ઉપર ફરીથી હુમલો કર્યો હતો.બાદમાં યુવાને પોતાના પાસે રહેલી છરીનો ઘા ઝીંકી દેતા યુવતી લોહી લુહાણ હાલતમાં નીચે પડી ગઈ હતી અને ત્યાં આ વીડિયોમાં અન્ય એક યુવક આવીને ત્યાં ઉભો હોવાનું જણાઈ આવે છે.

આ પ્રેમી યુગલો વચ્ચે ક્યા કારણસર સરા જાહેર બબાલ થઈ તે જાણવા મળ્યું નથી.આ ઘટનાથી ત્યાં લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અને સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યા હતા. બાદમાં બંને પ્રેમી યુગલ ઘટનાસ્થળેથી નાસી છૂટયા હતા.આ ઘટના બાદ જાણવા મળ્યું કે ઇજાગ્રસ્ત યુવાન વિરાણી ચોકમાં રહેતો સાહિલ હતો અને તેમને રાહુલ,ખુશ્બુ અને તેની સાથેની અજાણી વ્યક્તિએ છરી ઝીંકી હતી.જેથી તે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.જે સારવાર લીધા બાદ ત્યાંથી ચાલ્યો ગયો હતો.આ બનાવ અંગે યુનિવર્સિટી પોલીસના સ્ટાફે વાયરલ વિડીયો મારફતે તમામની શોધખોળ કરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement