For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આગામી સોમવારથી ફરી માવઠાની આગાહી

11:36 AM Jan 05, 2024 IST | Bhumika
આગામી સોમવારથી ફરી માવઠાની આગાહી

ગુજરાતમાં હજુ તો ઠંડીએ સરખી જમાવટ પણ કરી નથી ત્યાં ફરી એક વખત માવઠાની અમંગળ આગાહી આવી ગઇ છે.રાજ્યના ખેડૂતોના જીવ પડીકે બંધાય તેવી ફરી એક વાર હવામાન વિભાગની આગાહી સામે આવી છે. રાજ્યમાં કમોસમી વરસાદને લઈ આગાહી કરાઈ છે. હવામાન વિભાગે 8થી 10 જાન્યુઆરી સુધી રાજ્યમાં વરસાદ પડી શકે તેવી આગાહી વ્યક્ત કરી છે.

Advertisement

અરબ સાગરમાં આવેલા ટ્રફને લીધે રાજ્યમાં વરસાદ વરસી શકે છે. 8 અને 9 તારીખે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, તો 10 તારીખે ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ આગાહી કરાઈ છે, તો સૌરાષ્ટ્રની વાત કરીએ તો જૂનાગઢ, રાજકોટ, પોરબંદર સહિતના જિલ્લામાં વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે, તમને જણાવી દઈએ કે, આગામી બે દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય.

અમદાવાદમાં 14.3 તો ગાંધીનગરમાં 12.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું કે, સૌરાષ્ટ્રમાં રાજકોટ, અમરેલી, જૂનાગઢમાં પણ હળવો વરસાદ વરસી શકે છે. સાથો સાથ બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠામાં પણ વરસાદ વરસી શકે છે. વધુમાં કે, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ હળવો વરસાદ વરસી શકે છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement