For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હિમાચલમાં વરસાદી આફત, ભૂસ્ખલનથી વાહનો દટાયા

05:21 PM Jun 28, 2024 IST | Bhumika
હિમાચલમાં વરસાદી આફત  ભૂસ્ખલનથી વાહનો દટાયા
Advertisement

દેશના મોટાભાગના હિસ્સામાં ગુરુવાર રાતે અને શુક્રવારે ભારે વરસાદે તારાજી સર્જી હતી. વરસાદે લીધે પર્વતીય રાજ્યોમાં ભૂસ્ખલન જેવી ઘટનાઓ બની હતી. હિમાચલ પ્રદેશની રાજધાની શિમલાની આજુબાજુ અનેક જગ્યાએ ભૂસ્ખલન થયું હતું. કાટમાળ નીચે અનેક વાહનો ફસાઈ ગયા હતા જેના લીધે અફરા તફરી મચી ગઇ હતી.

ભારે વરસાદને કારણે ભૂસ્ખલન જેવી ઘટના બનતાં મોટા મોટા પથ્થરો પહાડ પરથી નીચે પડ્યા હતા. જેની લપેટમાં માર્ગો પરથી પસાર થતાં વાહનો આવી ગાય હતા. તેમાં 3થી 4 વાહનો ફસાઈ ગયા હતા. જોકે ત્યાં હાજર લોકોએ હેમખેમ લોકોને બચાવી લીધા હતા.

Advertisement

ઘટનાસ્થળે એકાએક અફરાતફરી મચી ગઇ હતી. પોલીસ અને સ્થાનિક તંત્રને પણ ઘટના વિશે જાણકારી આપવામાં આવી હતી જેના બાદ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું હતું. વાહનવ્યવહાર પણ થંભી ગયું હતું. પર્યટકો પણ મુશ્કેલીમાં મૂકાયા હતા. હવામાન વિભાગે હજુ પણ ભારે વરસાદની આશંકા વ્યક્ત કરી છે જેના લીધે સ્થાનિક સરકારે એલર્ટ જાહેર કરી દીધું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement