For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાહુલ ગાંધીએ મુસાફરોથી ભરેલી બસમાં કરી મુસાફરી, લોકો સાથે કરી 'રૂબરૂ ચર્ચા', જુઓ વિડીયો

10:49 AM May 10, 2024 IST | Bhumika
રાહુલ ગાંધીએ મુસાફરોથી ભરેલી બસમાં કરી મુસાફરી  લોકો સાથે કરી  રૂબરૂ ચર્ચા   જુઓ વિડીયો
Advertisement

લોકસભા ચૂંટણી પ્રચાર વચ્ચે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગઈ કાલે ગ્રેટર હૈદરાબાદમાં જાહેર સભાને સંબોધિત કરી હતી .ત્યારબાદ રાહુલ ગાંધીએ રાજ્ય રોડવેઝ બસમાં મુસાફરી કરી અને સૌને ચોંકાવી દીધા હતાં. મુસાફરોથી ભરેલી બસમાં મુસાફરી કરી તેમણે લોકો સાથે વાતચીત કરી હતી. બસમાં સવાર મુસાફરો પણ રાહુલ ગાંધીને તેમની વચ્ચે જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

બસમાં રાહુલ ગાંધીની સાથે રાજ્યના મુખ્યમંત્રી એ.રેવંત રેડ્ડી પણ હાજર હતા. મલ્કાજગીરી લોકસભા મતવિસ્તારના સરૂરનગરમાં જાહેર સભાને સંબોધિત કર્યા પછી રાહુલ તેલંગાણા સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (TSRTC)ની બસમાં સવાર થયા. આ દરમિયાન રાહુલ ગાંધીએ મુસાફરોમાં 'પંચ ન્યાય' બ્રોશરનું વિતરણ કર્યું હતું અને રાજ્યમાં કોંગ્રેસ સરકાર દ્વારા મફત બસ મુસાફરી યોજનાના અમલીકરણ અંગે લોકો પાસેથી માહિતી લીધી હતી.

Advertisement

મુસાફરો સાથે વાતચીત કરતી વખતે, કોંગ્રેસ નેતાએ તેમને કોંગ્રેસ દ્વારા તેના રાષ્ટ્રીય ઢંઢેરામાં મહિલાઓ, યુવાનો, ખેડૂતો અને કામદારો જેવા વિવિધ વર્ગો માટે આપેલા વચનોથીલોકોને વાકેફ કરાવ્યા હતા. રાહુલ ગાંધીને તેમની સાથે મુસાફરી કરતા જોઈને મુસાફરો આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને ઘણાએ તેમની સાથે સેલ્ફી લીધી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement