For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પોતાની અને પક્ષની ભૂલ કબૂલતા રાહુલ

05:16 PM May 11, 2024 IST | Bhumika
પોતાની અને પક્ષની ભૂલ કબૂલતા રાહુલ
Advertisement

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના એક નિવેદનની ખૂબ ચર્ચા થઈ રહી છે, જે તેમણે કાલે ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌમાં આપ્યું હતું. આ દરમિયાન તેમણે પોતાની અને પાર્ટીની ભૂલ સ્વીકારી અને તેને સુધારવાની વાત કરી.
તેમણે એમ પણ કહ્યું કે બંધારણ દેશના સ્થાપકોની અપેક્ષાઓ કરતાં ઓછી લોકોને મદદ કરી રહ્યું છે. તે સફળતાની સાથે નિષ્ફળતા પણ છે.

ગઇકાલે અહીં ઈન્દિરા ગાંધી પ્રતિષ્ઠાન ખાતે પરાષ્ટ્રીય બંધારણ પરિષદથને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું કે સત્ય એ છે કે કોંગ્રેસ પાર્ટીએ આવનારા સમયમાં તેની રાજનીતિ બદલવી પડશે. તેમણે કહ્યું, હું એ પણ કહેવા માંગુ છું કે કોંગ્રેસ પાર્ટીએ પણ ભૂલો કરી છે, હું કોંગ્રેસનો હોવા છતાં આ કહી રહ્યો છું, જોકે, તેમણે કોઈ ભૂલનો ઉલ્લેખ કર્યો નથી.

Advertisement

રાહુલ ગાંધીએ આરક્ષણ, જાતિ પ્રથા તેમજ બંધારણ પરના કથિત હુમલાઓ વિશે પણ વાત કરી. રાહુલે કહ્યું કે દેશમાં મોટી સંખ્યામાં લોકોનું ભવિષ્ય જન્મ પહેલા જ નક્કી થઈ જાય છે. રાહુલે કહ્યું, લોકો નાના-નાના વિભાગોમાં વહેંચાયેલા છે, જે નક્કી કરે છે કે તેઓ કયું કામ કરવા સક્ષમ છે અને કયું કામ નથી કરી શકતા.
રાહુલ ગાંધીએ કહ્યું કે, ભારતના કરોડો લોકો એવું જીવન જીવ્યા છે જ્યાં તેઓએ પોતાનું ભવિષ્ય નક્કી કર્યું નથી, પરંતુ સમાજે તેમના માટે કર્યું છે. ઘણા લોકોએ આ વાસ્તવિકતા સ્વીકારી હતી અને તેને બદલવા માટે ઉભા થયા હતા. તેઓ ક્યારેય પોતાની કે અન્યની વાસ્તવિકતાને સ્વીકારતા નથી.

Advertisement
Tags :
Advertisement
Advertisement