For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાગીમાં છે સ્વાસ્થ્યના અઢળક ગુણો

12:57 PM Feb 03, 2024 IST | Bhumika
રાગીમાં છે સ્વાસ્થ્યના અઢળક ગુણો

આપણા સ્વાસ્થ્ય માટે આપણે બહુ જ સજાગ હોઈએ છીએ, સ્વાસ્થ્ય ને સારું બનાવવા માટે આપણે અલગ અલગ પ્રકાર ના શાક, ફળ, અનાજ વગરે વસ્તુઓનું સેવન કરતા હોઈએ છીએ. તેમાં અનાજ આપણા રોજીંદા જીવન માં મહત્વ નો ભાગ ભજવે છે. એ પછી ઘઉં હોય, ચોખા હોય, કે વિવિધ પ્રકાર ના કઠોળ હોય. અનાજ નું સેવન એ આપણા શરીર ને જરૂૂરી બધા પોષક તત્વો પુરા પડે છે સાથે સાથે આપણને ઘણીજ બીમારીઓ સામે રક્ષણ પણ પૂરું પડે છે. એમાનું એક અનાજ છે રાગી. ભારતમાં ઘણાં સમયથી ધાન્ય પાક તરીકે બાજરી, ઘઉં, જુવાર, ડાંગર, વગેરેને ખોરાકમાં ધાન્ય તરીકે લેવામાં આવે છે, આ બધા ધાન્ય માંથી જ એક એટલે રાગી. રાગી દેખાવમાં સરસવ (રાઈ) જેવું લાગે છે. રાગી એક ધાન્ય પાક છે જે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ભરૂૂચ, સુરત ડાંગ, તાપી જિલ્લાના કેટલીક આદિવાસી જાતી દ્વારા રાગીની ખેતી કરવામાં આવે છે. વજન ઉતારવાનો પ્રયત્ન કરનારા અને હેલ્થ કોન્શિયસ લોકોના મોઢે તમે રાગીનું નામ તો સાંભળ્યું જ હશે. ઓર્ગેનિક ફૂડ ઈન્ડસ્ટ્રીમાં પણ રાગીના લોટની બનેલી અનેક આઈટમ્સની આજકાલ ધૂમ ડિમાન્ડ છે. રાગીના લોટના એટલા બધા ફાયદા છે કે આ બરછટ અનાજ આજે શહેરોના આર્થિક સમૃદ્ધ વર્ગમાં લોકપ્રિય બની રહ્યું છે. તેને મહારાષ્ટ્રમાં નાચણી તરીકે ઓળખવામાં આવે છે. શીરાથી માંડીને રોટલી અને બિસ્કિટ સુધી, રાગીના લોટમાંથી અનેક ટેસ્ટી આઈટમ્સ બનાવી શકાય છે.

Advertisement

રાગીએ શાકાહારીઓ માટે ઉત્તમ ખોરાકનો સ્રોત છે. રાગીને બાજરી, ઘઉં, જુવારની જેમ લોટ બનાવીને ખોરાક તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. રાગીના લોટમાં સૌથી વધુ પ્રોટીનનું હોય છે. ધાન્યના લોટમાં રહેલું ગ્લૂટન (ધાન્યના લોટમાં રહેલું નત્રિલ દ્રવ્ય) મુક્ત હોવા ઉપરાંત, રાગીના લોટમાં ફાઇબરનું પણ વધુ માત્રામાં જોવા મળે છે. ભારત રાગી અથવા નાચણીનું ટોચનું ઉત્પાદક છે અને તેના વૈશ્વિક ઉત્પાદનમાં લગભગ 58% યોગદાન આપે છે, બહુ ઓછા ભારતીયો તેના સ્વાસ્થ્ય લાભો અને પોષક મૂલ્યો વિશે જાણે છે. જો તમે એવા લોકોમાંથી છો કે જેઓ તમારા આહારમાં રાગીને સામેલ કરવાના ફાયદાઓથી અજાણ છે, તો ચાલો તમને જણાવીએ રાગીના ફાયદા.

- કબજિયાતથી રાહત મેળવવામાં મદદરૂૂપ
રાગી ડાયેટરી ફાઈબરથી ભરપૂર હોય છે. 100 ગ્રામ રાગીની રોટલીમાં 11.5 ગ્રામ ડાયેટરી ફાઈબર હોય છે, જેના કારણે રાગીનો ખોરાક સરળતાથી પચી જાય છે. તેથી, તે આંતરડાની ચળવળને સરળ બનાવે છે અને કબજિયાતથી રાહત આપે છે.

Advertisement

- શરીરને તણાવમુક્ત કરવા માટે ઉપયોગી
રાગી તણાવ દૂર કરવામાં પણ થાય છે. ડિપ્રેશન, ચિંતા અને અનિદ્રાથી પીડિત લોકો માટે રાગી રામબાણ છે. તેમાં રહેલા એમિનો એસિડ, ટ્રિપ્ટોફેન અને એન્ટીઓક્સીડેન્ટ્સ કુદરતી રીતે તણાવ દૂર કરે છે. એક સંશોધન મુજબ રાગીનો લોટ માઈગ્રેનમાં પણ ફાયદાકારક છે.

- ઓસ્ટીયોપોરોસીસ અટકાવે છે
સંશોધન સૂચવે છે કે શરીરમાં કેલ્શિયમનું ઓછું સ્તર હાડકાના જથ્થાને ઓછું કરવા તરફ દોરી જાય છે જે લોકોને અસ્થિભંગના જોખમમાં મૂકે છે. તેથી, ઑસ્ટિયોપોરોસિસને રોકવા અને હાડકાંને મજબૂત રાખવા માટે આપણને પૂરતા પ્રમાણમાં કેલ્શિયમની જરૂૂર હોય છે. સંશોધન મુજબ, રાગીમાં તમામ અનાજમાં સૌથી વધુ કેલ્શિયમ હોય છે. 100 ગ્રામ રાગીમાં 344 મિલિગ્રામ કેલ્શિયમ હોય છે જે હાડકાની ઘનતા વધારવામાં મદદ કરે છે.

- એનિમિયામાં મદદરૂૂપ થાય છે
રાગી પણ આયર્નનો સમૃદ્ધ સ્ત્રોત છે. 100 ગ્રામ રાગીમાં 3.2 મિલિગ્રામ આયર્ન હોય છે. શરીરમાં આયર્નની ઉણપ એનિમિયાનું કારણ બને છે, તેથી તમારા આહારમાં રાગી ઉમેરવાથી એનિમિયાની સારવારમાં મદદ મળશે.
- સ્કિનને ડેમેજ થતી અટકાવે રાગી તમારી સ્કિનને ડેમેજ થતી અટકાવે છે, તે એન્ટીઑકિસડન્ટોથી સમૃદ્ધ હોવાને કારણે સ્કિન માટે ઘણા ફાયદા કરે છે જે ફ્રી રેડિકલ નુકસાન સામે લડવામાં મદદ કરે છે અને તમારી સ્કિનને યન્ગ અને ચમકદાર રાખે છે.

- બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદરૂૂપ
સંશોધન સૂચવે છે કે રાગીમાં ઉચ્ચ ફાઇબર સામગ્રી હોવાથી, તેમાં રેચક ગુણધર્મો છે જે ધમનીઓ અને રક્ત વાહિનીઓના બંધ થવાને અટકાવે છે. આમ, તે બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરે છે.

- ઉચ્ચ કોલેસ્ટ્રોલથી રાહત
રાગીમાં બીટા-ગ્લુકન, એરાબીનોક્સીલાન્સ અને સેલ્યુલોઝ જેવા પોલિસેકરાઈડ પણ હોય છે. તેઓ આંતરડામાં તત્વોની સ્નિગ્ધતામાં વધારો કરે છે અને કોલેસ્ટ્રોલના શોષણની પ્રક્રિયાને ધીમું કરે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement