For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ખાંભાના લાસા ગામે ખેતરમાંથી 4 કિલો ગાંજાનો જથ્થો ઝડપાયો

11:57 AM Dec 23, 2023 IST | Sejal barot
ખાંભાના લાસા ગામે ખેતરમાંથી 4 કિલો ગાંજાનો જથ્થો ઝડપાયો

ખાંભા તાલુકાના લાસા ગામના એક ખેતરમાંથી પોલીસે બાતમીના આધારે રુ. 42,350ના મુદામાલ સાથે એક પ્રોઢને ઝડપી લઈ ચાર દિવસના રિમાન્ડ પર લેવામા આવેલ હતો. અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના લાસા ગામે ખાંભા પોલીસને મળેલ બાતમીના આધારે લાસા ગામે રહેતા રવજીભાઈ કાનજીભાઈ કણાસાગરા ઉ. વ 58 ના મકાન મા તપાસ કરતા મકાન અને વાડી ખેતરમાંથી માદક પદાર્થ ગાંજો અને ગાંજાનુ વાવેતર ઝડપાયુ હતુ જેમા 104 ગાંજાના છોડ ઝડપાયા કુલ વંજન 4 કીલો 185 ગ્રામ રુ.41850ની કીમંતનો ગાંજો ઝડપિ લેવામાં આવેલ હતો. મોબાઇલ ફોન સહિત 42350નો મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો. આરોપિને સિવિલ કોર્ટમાં હાજર કરતા ચાર દિવસના કોર્ટ રિમાન્ડ મંજૂર કર્યા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement