For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પીએમની મુલાકાત પૂર્વે હથિયારોનો જથ્થો ઝડપાયો

06:14 PM Apr 26, 2024 IST | Bhumika
પીએમની મુલાકાત પૂર્વે હથિયારોનો જથ્થો ઝડપાયો
  • અમદાવાદમાં એટીએસનું જબરું ઓપરેશન, 25 પિસ્તોલ અને 90 કારતૂસ કબજે, રાજકોટના બે સહિત છ શખ્સો ઝડપાયા

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ગુજરાત મુલાકાત પૂર્વ અમદાવાદમાંથી એટીએસ દ્વારા ગેરકાયદે હથિયારોનું મોટુ રેકેટ ઝડપીલેવમાં આવેલ છે અને 25 પિસ્તોલ તથા 90 કારતુસ સાથે છ શખ્સોને ઝડપીલેતા ભારે ખળભળાટ મચી જવા પામેલ છે.મધ્યપ્રદેશથી ગુજરાતમાં હથિયારો ધુસાડવાના આ રેકેટમાં રાજકોટના પણ બે શખ્સો ઝડપાયા છે. પાંચ હથિયારોની ડિલિવરી ચોટીલાના શખ્સને અમદાવાદમાં સોંપ તે પૂર્વ એટીએસની ટીમે તેને ઝડપી લીધો હતો અનેતેના આધારે આખા રેકેટનો પર્દાફાશ થયો હતો

Advertisement

વધુ માહિતી મુજબ,લોકસભા ચૂંટણીને લઈ અઝજ ગુજરાતના વરીષ્ઠ પોલીસ અધિકારીઓ દ્વારા અઝજના અધિકારીઓને ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ પર સર્વેલન્સ રાખવા સૂચના આપી હતી.જે સૂચના અન્વયે નારોકિટીક્સ, આર્મ્સ વિગેરે ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ પર સર્વેલન્સ રાખવામાં આવ્યું હતું. દરમ્યાન અઝજના નાયબ પોલીસ અધીક્ષક હર્ષ ઉપાધ્યાયને બાતમી મળી કે,મધ્ય પ્રદેશના જાંબુઆનો શિવમ નામનો માણસ પોતાના કબ્જામાં ગેરકાયદે પિસ્ટલો અને કારતૂસોનો જથ્થો રાખી તા.25ના રોજ સાંજે ચારેક વાગ્યે અમદાવાદના નારોલ બ્રિજના પૂર્વ તરફના છેડે ફૂટપાથ ઉપર આવી ચોટીલાના મનોજ ચૌહાણને ડીલીવરી કરવાનો છે.

જે માહીતીને એટીએસ ગુજરાતના પીએસઆઈ વી. આર. જાડેજા, વી. એન. ભરવાડ તેમજ સ્ટાફ બાતમી મળતા જે દરમ્યાન ઉપરોક્ત બાતમી હકીકતવાળા બે શકમંદ ઈસમો મળી આવતા તેઓને કોર્ડન કરી રોકી લઈ તેઓની પાસે રહેલ થેલાની ઝડતી કરતા શિવમ ઉર્ફે શિવા ઇન્દરસીંગ ડામોરની પાસેથી પાંચ પિસ્ટલ,20 કારતૂસ મળી આવ્યા હતા.ત્યારબાદ તેઓના વિરૂૂધ્ધમાં અઝજ પોલીસ મથક ખાતે ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો હતો. તેઓની વિગતવાર પૂછપરછ કરતા જાણવા મળ્યું કે,શિવમે મધ્યપ્રદેશથી રાજકોટના શખ્સ સહિત અન્ય ચાર શખ્સોને હથિયાર સપ્લાય કર્યા હતા.

Advertisement

જે બાદ પીએસઆઈ વી. આર. જાડેજા, વી.એન.ભરવાડ તેમજ તપાસ કરનાર પીએસઆઈ આર.આર.ગરચરની ટીમે વિવિધ જગ્યાએ જઈ રેઇડ કરી પ્રવીણ ધર્મેન્દ્રશ્રીવાસ(ઉ.23,રહે- પીસી સીટીનગર ઇંદોર મધ્ય પ્રદેશ)ને ત્રણ પિસ્તોલ સાથે,સંજય દુદાભાઈ મેર(ઉ.23,રહે.ગામ.લોઠડા, રાજકોટ)ને ચાર પિસ્તોલ અને 10 કારતુંસ સાથે,રાજુ જયંતીભાઈ સરવૈયા(ઉ.30,રહે.18, કોઠી કમ્પાઉન્ડ,જામ ટાવર ચોક પાસે, રાજકોટ)ને ત્રણ પિસ્તોલ સાથે,વિપુલ વેલાભાઈ સાનિયા (ઉ.30, રહે. ગામ. વગડીયા તાલુકો. મુળી જિલ્લો. સુરેન્દ્રનગર)ને 6 પિસ્તોલ અને 60 કાર્ટુસ સાથે અને મનોજ ગીરીશભાઈ ચૌહાણ(ઉ.25,રહે. ગામ વાસ્ફૂર કલા,પ્લોટ એરીયા, ચોટીલા)ને ચાર પિસ્તોલ સાથે ઝડપી લીધા હતા.ઝડપાયેલા આરોપીઓ વિરૂૂધ્ધ ગુજરાત અઝજ પોલીસ મથક ખાતે આર્મ્સ એક્ટ અંતર્ગત ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement