For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પી.વી. સિંધુ અને શરથ કમલે ઓપનિંગ સેરેમનીમાં ભારતનું નેતૃત્વ કર્યું

12:52 PM Jul 27, 2024 IST | admin
પી વી  સિંધુ અને શરથ કમલે ઓપનિંગ સેરેમનીમાં ભારતનું નેતૃત્વ કર્યું

નદીમાં પરેડ અને લેડી ગાગાના પરફોર્મન્સ સાથે ઓલિમ્પિકનો શાનદાર પ્રારંભ

Advertisement

ફ્રાન્સની રાજધાની પેરિસમાં 33મી સમર ઓપનિંગ ગેમ્સનો ઉદ્ઘાટન સમારોહ યોજાઇ ગયો. જેમાં ઓલિમ્પિકના ઈતિહાસમાં પહેલીવાર સ્ટેડિયમના બદલે નદીમાં દેશોની પરેડ યોજાઈ છે. પેરિસમાં સીન નદી પર યોજાયેલી પરેડ ઓફ નેશન્સ, જ્યાં ગ્રીક એથ્લેટ્સ બોટ પર પ્રથમ આવ્યા હતા, ત્યાં ભારતીય એથ્લેટ્સ પણ ભારે ઉત્સાહમાં જોવા મળ્યા હતા, જેમાં ઓલિમ્પિકમાં ભાગ લેવા ગયેલા 117 ભારતીય એથ્લેટ્સના જૂથમાંથી 78 ખેલાડીઓએ ભાગ લીધો હતો. પરેડની સાથે લેડી ગાગાનું અદભુત પ્રદર્શન જોવા મળ્યું હતું.

પીવી સિંધુએ પેરિસ ઓલિમ્પિકના ઉદઘાટન સમારોહમાં ભારત તરફથી પરેડ ઓફ નેશન્સમાં મહિલા ધ્વજ ધારકનું નેતૃત્વ કર્યું હતું, જ્યારે ટેબલ ટેનિસ ખેલાડી શરથ કમલે પુરુષ ધ્વજ ધારકનું નેતૃત્વ કર્યું હતું. આ દરમિયાન બોટમાં સવાર અન્ય ભારતીય ખેલાડીઓ પણ ભારે ઉત્સાહમાં જોવા મળ્યા હતા, જેમના હાથમાં ત્રિરંગો હતો અને તે લહેરાવીને દર્શકોનું અભિવાદન પણ સ્વીકારી રહ્યા હતા સીન નદી પર આયોજિત આ ઉદ્ઘાટન સમારોહમાં 6 કિલોમીટર લાંબો રૂૂટ નાખવામાં આવ્યો છે. આ વખતે, ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે ભારત ગયેલા ઘણા એથ્લેટ્સ તેમની ઇવેન્ટમાં મેડલ જીતવાના દાવેદારમાં સામેલ છે, જેમાં એથ્લેટિક્સ ઉપરાંત શૂટિંગમાં પણ દેશ વધુ મેડલ જીતે તેવી અપેક્ષા છે.

Advertisement

ઓપનિંગ સેરેમનીની સાથે જ 27 જુલાઈએ પેરિસ ઓલિમ્પિકના પહેલા દિવસે ભારતીય ખેલાડીઓ એક્શનમાં જોવા મળશે.આ ઉપરાંત હોકી ટીમ પણ પોતાના અભિયાનની શરૂૂઆત કરશે જેમાં તેનો સામનો ન્યૂઝીલેન્ડની ટીમ સાથે થશે, જેના પર દરેકની નજર આંખો હશે. ભારતીય હોકી ટીમ ટોક્યો ઓલિમ્પિક 2020માં બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહી હતી, જેમાં આ વખતે તેમની પાસેથી વધુ સારા પ્રદર્શનની અપેક્ષા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement