For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમેરિકા, યુરોપને પુતિનની અણુ હુમલાની ધમકી: આજથી પેટ્રોલ નિકાસ બંધ

11:24 AM Mar 01, 2024 IST | Bhumika
અમેરિકા  યુરોપને પુતિનની અણુ હુમલાની ધમકી  આજથી પેટ્રોલ નિકાસ બંધ
  • રૂસી સંઘમાં હસ્તક્ષેપ સામે ચેતવણી: ઘરઆંગણે માંગ વધતા ઈંધણની નિકાસ રોકી

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ફરી એકવાર અમેરિકા અને પશ્ચિમી દેશો પર ભડક્યા છે.. તેમણે યુરોપને પરમાણુ યુદ્ધની ધમકી આપી દીધી.. સાથે જ યુક્રેનને મદદ પર અત્યંત ખરાબ પરિણામ ભોગવવાની ચેતવણી આપી.
તેમણે ધમકીભર્યા સ્વરે કીધું કે, રૂૂસી સંઘમાં પશ્ચિમી દેશોનો હસ્તક્ષેપ યથાવત રહ્યો, તો એવા હાલ કરીશું જે પાછલા યુગોથી પણ વધુ ભયાનક હશે. રશિયા પરમાણું હથિયારનો ઉપયોગ કરતા પણ નહીં ખચકાય.
પુતિને ફેડરલ એસેમ્બલીને સંબોધતા આક્ષેપ કર્યો કે, પશ્ચિમી દેશોની આદત વિશ્વને ભડકાવવાની રહી છે, તેઓ સતત વૈશ્વિક સંઘર્ષને વધારી રહ્યા છે.. તેમનો ઉદ્દેશ અમારો વિકાસ રોકવાથી પણ મોટો છે.. પુતિને જાહેરાત કરી કે રશિયાના સશસ્ત્ર બળને વધુ મજબૂત કરાશે.

Advertisement

સાથે જ આકરા શબ્દોમાં સંદેશ આપ્યો કે, વિરોધીઓએ યાદ રાખવું જોઈએ કે, તેમની પાસે તમામ લક્ષ્ય ભેદતા સક્ષમ હથિયારો છે.બીજી તરફ રશિયાએ વધતી સ્થાનિક માંગ વચ્ચે આવતા સપ્તાહથી પેટ્રોલની નિકાસ પર છ મહિનાનો પ્રતિબંધ પસાર કર્યો છે.વિદેશમાં પેટ્રોલ શિપમેન્ટ પર રોકને વડા પ્રધાન મિખાઇલ મિશુસ્ટિન દ્વારા મંજૂરી આપવામાં આવી છે અને 1 માર્ચથી શરૂૂ થવાની ધારણા છે, મંગળવારે રાજ્ય સમાચાર એજન્સી તાસ દ્વારા પુષ્ટિ કરવામાં આવી હતી. ગયા વર્ષે આવો જ પ્રતિબંધ સ્થાનિક બજારમાં અછત અને વધતા ભાવને ટાળવા માટે રજૂ કરવામાં આવ્યો હતો.

આ પ્રતિબંધ યુરેશિયન ઇકોનોમિક યુનિયન (ઊઅઊઞ) ના સભ્ય દેશો પર લાગુ થશે નહીં, જેમાં આર્મેનિયા, બેલારુસ, કઝાકિસ્તાન અને કિર્ગિસ્તાન ઉપરાંત મંગોલિયા અને ઉઝબેકિસ્તાન તેમજ અબખાઝિયા અને દક્ષિણ ઓસેશિયાના છૂટાછવાયા જ્યોર્જિયન પ્રદેશોનો સમાવેશ થાય છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement