For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પુતિન કિમ જોંગ ઉન માટે ડ્રાઈવર બન્યા, લક્ઝરી લિમોઝીન ભેટ આપી

11:59 AM Jun 21, 2024 IST | admin
પુતિન કિમ જોંગ ઉન માટે ડ્રાઈવર બન્યા  લક્ઝરી લિમોઝીન ભેટ આપી

કોઈને ભેટ આપવી એ મિત્રતા વ્યક્ત કરવાનો શ્રેષ્ઠ માર્ગ માનવામાં આવે છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પણ કંઈક આવું જ કર્યું છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર છેલ્લા 24 વર્ષમાં પ્રથમ વખત ઉત્તર કોરિયાની મુલાકાતે ગયા હતાં. આ અવસર પર બંને વરિષ્ઠ નેતાઓએ એકબીજાને કિંમતી ભેટ પણ આપી હતી, જેમાં વ્લાદિમીર પુતિનની ભેટની ખૂબ ચર્ચા થઈ રહી છે. વ્લાદિમીર પુતિને કિમ જોંગ ઉનને ઓરસ સેનેટ લક્ઝરી કાર ભેટમાં આપી છે. પુતિન તે કિમ જોંગ ઉનને પણ આ કારમાં ડ્રાઈવ કરવા લઈ ગયા હતા. આ દરમિયાન પુતિને પોતે કાર ચલાવી હતી અને કિમ જોંગ તેમની બાજુમાં કો-ડ્રાઈવિંગ સીટ પર બેઠેલા જોવા મળ્યા હતા. ટોચના નેતાઓની આ લક્ઝરી રાઈડનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. ઓરસ સેનેટ રશિયાના રાષ્ટ્રપતિની સત્તાવાર રાજ્ય કાર પણ છે. તેને રશિયાની અગ્રણી કાર ઉત્પાદક ઓરસ મોટર્સ દ્વારા સેન્ટ્રલ સાયન્ટિફિક રિસર્ચ ઓટોમોબાઈલ અને ઓટોમોટિવ એન્જિન ઈન્સ્ટિટ્યૂટ, જેને ગઅખઈં તરીકે પણ ઓળખવામાં આવે છે, પુતિને કિમ જોંગને કાર ગિફ્ટ કરી છે. આ એક ફૂલ સાઈઝની લક્ઝરી લિમોઝીન કાર છે, જેને રશિયાની રોલ્સ રોયસ પણ કહેવામાં આવે છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement