For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સૌથી મોટા રનચેઝ સાથે પંજાબે કોલકાતાને 8 વિકેટે હરાવ્યું

01:10 PM Apr 27, 2024 IST | Bhumika
સૌથી મોટા રનચેઝ સાથે પંજાબે કોલકાતાને 8 વિકેટે હરાવ્યું

આઈપીએલ 2024માં પહેલાથી જ ઘણા મોટા સ્કોર જોવા મળ્યા હતા, પરંતુ ભાગ્યે જ કોઈએ વિચાર્યું હશે કે આટલો મોટો સ્કોર બીજી ટીમ ક્યારેય સફળતાપૂર્વક હાંસલ કરશે. પંજાબ કિંગ્સે આ કમાલ કરી બતાવી. જોની બેયરસ્ટોની વિસ્ફોટક સદી અને શશાંક સિંહની વિસ્ફોટક ઈનિંગના આધારે પંજાબે 262 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો અને તમામ રેકોર્ડ તોડીને ઈતિહાસ રચ્યો.

Advertisement

થોડા દિવસો પહેલા જ રાજસ્થાન રોયલ્સે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં 224 રનનો ટાર્ગેટ હાંસલ કરીને રેકોર્ડ બનાવ્યો હતો. આઈપીએલના ઈતિહાસમાં આ બીજો સૌથી સફળ રન ચેઝ હતો. ત્યારે ભાગ્યે જ કોઈએ વિચાર્યું હશે કે આનાથી મોટા લક્ષ્યનો પણ સરળતાથી પીછો કરી શકાશે. કેટલીક મેચોમાં, ટીમો નજીક આવી હતી પરંતુ 262 રનનો લક્ષ્યાંક હાંસલ કરવો હજુ પણ મુશ્કેલ કાર્ય જેવું લાગતું હતું.

છેલ્લી સતત 4 મેચમાં હારેલા પંજાબ કિંગ્સનો વધુ એક પરાજય નિશ્ચિત જણાતો હતો. સુનીલ નારાયણ અને ફિલ સોલ્ટે જે રીતે બેટિંગ કરી તે જોઈને મેચનું પરિણામ નક્કી થઈ ગયું હોય તેવું લાગી રહ્યું હતું. પંજાબના બેટ્સમેનોનું ફોર્મ તેનું મુખ્ય કારણ હતું. સોલ્ટ અને નારાયણે પ્રથમ વિકેટ માટે ઝડપી 138 રન બનાવ્યા હતા. જો કે બંનેને ત્રણ જીવનદાન મળ્યા હતા, પરંતુ બંનેએ તેનો પૂરેપૂરો લાભ લીધો હતો.

Advertisement

જો કે આન્દ્રે રસેલ, રિંકુ સિંહ અને વેંકટેશ અય્યર આ બંને જેટલી ઝડપી બેટિંગ કરી શક્યા નહોતા, પરંતુ કેપ્ટન શ્રેયસ અય્યરે માત્ર 10 બોલમાં 28 રન બનાવ્યા અને ટીમને 261 રનના મોટા સ્કોર સુધી લઈ ગયા, જે આ મેદાન પરનો સૌથી મોટો સ્કોર હતો. આ સિઝનનો પાંચમો સર્વોચ્ચ સ્કોર હતો. આ સિઝન પહેલા, ઈડનમાં ક્યારેય 200 થી વધુના સ્કોરનો પીછો કરવામાં આવ્યો ન હતો પરંતુ રાજસ્થાને તેને તોડી નાખ્યો હતો, જ્યારે બેંગલુરુ નજીક આવ્યું હતું અને 1 રનથી ચૂકી ગયું હતું.

આ બધાને પાછળ છોડીને પંજાબે કંઈક એવું કર્યું જે આઈપીએલમાં ક્યારેય બન્યું ન હતું. આ ટીમે માત્ર આઈપીએલનો જ નહીં પરંતુ સમગ્ર ટી20 ક્રિકેટનો ઈતિહાસ બદલી નાખ્યો. પ્રભસિમરન સિંહે (54 રન, 20 બોલ) તેની શરૂૂઆત કરી અને માત્ર 18 બોલમાં અડધી સદી ફટકારીને કોલકાતાને ટેન્શન આપ્યું. પ્રભાસિમરને છઠ્ઠી ઓવરમાં 24 રન બનાવ્યા હતા પરંતુ છેલ્લા બોલ પર તે રનઆઉટ થયો હતો. આ પછી, જવાબદારી બેરસ્ટોએ લીધી, જે આ સિઝનમાં અત્યાર સુધી નિષ્ફળ રહ્યો હતો અને 6 ઈનિંગ્સમાં માત્ર 96 રન બનાવી શક્યો હતો. આ વખતે બેયરસ્ટોએ માત્ર 23 બોલમાં અડધી સદી ફટકારી હતી.

બેયરસ્ટોને રિલે રૂૂસોનો પણ થોડો ટેકો મળ્યો પરંતુ ખરો ચમત્કાર બેયરસ્ટોએ કર્યો, જેણે દરેકના મનમાં આશા જગાવી કે આજે ઈતિહાસ રચાશે. આ ડર કેકેઆરના ખેલાડીઓ અને ચાહકોના મનમાં પણ ઊભો થયો હશે, જે આખરે સાચો પડ્યો. બેયરસ્ટોએ માત્ર 45 બોલમાં સદી ફટકારી હતી, જે તેની આઈપીએલમાં બીજી સદી હતી. જો કે, રિલે રૂૂસોને આઉટ કર્યા પછી, શશાંક સિંહે ચાર્જ સંભાળ્યો, જેણે આ સિઝનમાં પહેલેથી જ કમાલ કરી હતી. શશાંક (68 રન, 28 બોલ, 8 છગ્ગા, 2 ચોગ્ગા) આવતાની સાથે જ ચોગ્ગા અને છગ્ગા મારવા લાગ્યો અને તેણે 23 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. અંતે 19મી ઓવરના ચોથા બોલ પર શશાંકે 1 રન લઈને ઝ20 ઈતિહાસનો સૌથી મોટો સફળ ચેઝ કરી બનાવ્યો. તે પણ 8 બોલ પહેલા.

પંજાબ-કોલકાતા મેચમાં તૂટ્યો સિક્સરનો રેકોર્ડ
ઈડન ગાર્ડનમાં રમાયેલી મેચમાં પંજાબ અને કોલકાતાના બેટ્સમેનોએ કુલ 42 સિક્સર ફટકારી હતી. આ મેચમાં અગાઉનો રેકોર્ડ તૂટ્યો હતો, જે આ જ સિઝનમાં હૈદરાબાદ અને મુંબઈ વચ્ચે રમાયેલી મેચમાં બન્યો હતો. મુંબઈ-હૈદરાબાદ મેચમાં કુલ 38 સિક્સર જોવા મળી હતી. પરંતુ હવે આ રેકોર્ડ સંપૂર્ણપણે તૂટી ગયો છે.

પુરુષોની ઝ20 મેચમાં સૌથી વધુ છગ્ગા
42 સિક્સ- KKR vs PBKS, કોલકાતા, IPL 2024
38 સિક્સ- SRH vs MI, હૈદરાબાદ, IPL 2024
38 સિક્સ- RCB vs SRH, બેંગલુરુ, IPL 2024
37 છગ્ગા- બાલ્ખ લિજેન્ડ્સ વિ કાબુલ ઝવાનન, શારજાહ, એપીએલ 2018/19

Advertisement
Tags :
Advertisement
Advertisement