For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

લોકસભાની ચૂંટણી શાંતિપૂર્વક કરાવનાર પોલીસ ઉપર ગર્વ છે: ડીજીપી

05:44 PM May 15, 2024 IST | Bhumika
લોકસભાની ચૂંટણી શાંતિપૂર્વક કરાવનાર પોલીસ ઉપર ગર્વ છે  ડીજીપી
Advertisement

ચૂંટણી બાદ ડીજીપી વિકાસ સહાયની રાજકોટમાં મહત્ત્વની બેઠક

શહેર પોલીસ અને ત્રણેય રેન્જના અધિકારીઓ પાસેથી ચૂંટણીલક્ષી કામગીરીની માહિતી મેળવી

Advertisement

શાંતિપૂર્ણ રીતે ચૂંટણી યોજાતા તમામ પોલીસ આધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદન આપી પ્રોત્સાહિત કર્યા

ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાય આજરોજ રાજકોટ આવી પહોંચ્યા હતાં. રાજકોટ શહેર અને પાંચ જિલ્લાના પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી કાયદો અને વ્યવસ્થા અંગે ચર્ચા કરી હતી. ડીજીપી વિકાસ સહાયનું પોલીસ કમિશનર કચેરી ખાતે ગાર્ડ ઓફ ઓનર સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ તેમજ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ સહિતના અધિકારીઓએ તેમનું પુષ્પગુચ્છ આપી તેમને આવકાર્યા હતા. ત્યારબાદ બપોરે ડીજીપી વિકાસ સહાય સાથે રાજકોટ શહેર અને ત્રણેય રેન્જના તમામ જિલ્લાના પોલીસ વડા સહિતના અધિકારીઓ સાતેહ મહત્વની બેઠક યોજાઈ હતી. લોકસભાની ચુંટણીમાં થયેલ કામગીરી અંગેની વિગતો મેળવી હતી. જરૂૂરી સૂચનો પણ આપવામાં આવ્યા હતાં.

ડીજીપી વિકાસ સહાયે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ગુજરાત રાજ્યમાં લોકસભાની ચૂંટણી ખુબ જ શાંતિપૂર્ણ માહોલમાં સફળતા પૂર્વક સંપન્ન થઇ છે. સમગ્ર પ્રચારના સમયગાળા અને મતદાનના દિવસે ગુજરાત પોલીસની અલગ અલગ એકમોના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા જે પ્રશંસનીય કામગીરી કરવામાં આવી. ચૂંટણી કમિશનની જે માર્ગદર્શિકા હતી, જે આદેશે હતા, તે ધ્યાનમાં રાખીને ગુજરાત પોલીસ દ્વારા જે કામગીરી કરવામાં આવી, તે કામગીરીથી હું ગુજરાત પોલીસના વડા તરીકે સંતોષ, પ્રસન્નતા અને ગર્વ છે. આપણે જાણીએ છીએ કે, ચૂંટણી દરમિયાન અલગ અલગ પ્રકારના પડકારો હતા. તેનો સામનો કરવો, તેના કારણે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે ખાસ ધ્યાન કેન્દ્રિત કરવાનું હોય છે. ગુજરાતમાં શાંતિપૂર્ણ રીતે લોકસભાની ચૂંટણી યોજાઈ જે બદલ તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદન આપ્યા હતા. ચૂંટણી કમિશન તરફથી રાજ્ય પોલીસને આપેલી સુચનાનું પાલન કરવામાં આવ્યું છે. રાજ્ય પોલીસ વડા તરીકે ચુંટણીલક્ષી કામગીરી શાંતિપૂર્ણ રીતે થઇ તે બદલ ગર્વ વ્યક્ત કર્યું હતું. વધુમાં વિકાસ સહાયે ઉમેર્યું હતું કે પોલીસ વતી હું રાજકીય પક્ષો અને મતદારોનો આભાર માનું છું. મતદાનના દિવસે ગુજરાત પોલીસને મતદારો તરફથી જે સાથ, સહયોગ અને સહકાર મળ્યો છે. તે બદલ તમામનો પોલીસ વતી આભાર વ્યક્ત કરું છું. લોકસભાની ચૂંટણી પૂર્વે ક્ષત્રિય આંદોલનની શરૂૂઆત થી લઇ મતદાનના દિવસ સુધી ડીજીપી સતત રાજકોટ શહેરના પોલીસ અધિકારીઓ સાથે સંપર્કમાં રહ્યા હતા.

ડીજીપી વિકાસ સહાય દ્વારા યોજાયેલ ક્રાઇમ કોન્ફરન્સમાં પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, અધિક પોલીસ કમિશ્નર વિધિ ચૌધરી,રેન્જ આઈજી અશોકકુમાર યાદવ,જુનાગઢ રેન્જ આઈજી નીલેશ જાંજડિયા, ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમાર ઉપરાંત રાજકોટ જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠૌડ ઉપરાંત શહેર પોલીસ વિભાગના ડીસીપી ક્રાઈમ ડો.પાર્થરાજસિંહ ગોહિલ,ડીસીપી સુધીરકુમાર દેસાઈ, ડીસીપી સજનસિંહ પરમાર, ડીસીપી પૂજા યાદવ, જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલું,સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડો.ગીરીશ પંડ્યા, મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી, દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય,જુનાગઢ જિલ્લા પોલસ વડા હર્ષદ મહેતા,ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા તેમજ ભાવનગર રેન્જના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ચુંટણી પૂર્વે અને મતદાન સમયની કાયદો વ્યસ્થાની સ્થિતિ અંગે રાજય પોલીસ વડાએ સમીક્ષા કરી હતી.

સાયબર ક્રાઈમ પોલીસ મથકની વિઝિટ કરી
ડીજીપી વિકાસ સહાયે પોલીસ અધિકારીઓ સાથે કાયદો અને વ્યવસ્થા અંગે ચર્ચા કર્યા બાદ રાજકોટના નવનિર્મિત સાઈબર ક્રાઈમ પોલીસ મથકની વિઝીટ લીધી હતી. આજના ટેક્નોલોજીના યુગમાં આંગળીના ટેરવે બનતા સાયબર ક્રાઇમના ગુના સામે રક્ષણ આપવા માટે ગુજરાત પોલીસ સાયબર ક્રાઇમ હવે સજ્જ થયુ છે. ત્યારે રાજકોટના દરેક નાગરિકને સાયબર ક્રાઇમ સુરક્ષા આપવા માટે પોલીસ સજ્જ છે. રાજકોટમાં સાયબર સુરક્ષાના અત્યાધુનિક કંટ્રોલરૂૂમની વિઝીટ કરી જરૂૂરી સૂચનો આપ્યા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement