For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પુત્ર પર ગર્વ થાય છે, અભિષેકની ઘૂમરને ત્રણ એવોર્ડ મળતા અમિતાભ થયા ભાવુક

12:54 PM Feb 05, 2024 IST | Bhumika
પુત્ર પર ગર્વ થાય છે  અભિષેકની ઘૂમરને ત્રણ એવોર્ડ મળતા અમિતાભ થયા ભાવુક

ઈન્સ્ટાગ્રામમાં ભાવુક પોસ્ટ સાથે ફિલ્મનું પોસ્ટર શેર કર્યુ

Advertisement

અમિતાભ બચ્ચન હંમેશા સોશિયલ મીડિયા પર પોતાના પુત્ર અભિનેતા અભિષેક બચ્ચન માટે ખુશી ભરેલી નોટ્સ શેર કરતા હોય છે. રવિવારે બપોરે પણ બીગ બીએ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર અભિષેક માટે એક ભાવનાત્મક નોટ લખી, કેમકે તેમની હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ઘૂમરે એક એવોર્ડ શોમાં ત્રણ પુરસ્કાર જીત્યા. પોતાની નોટમાં અમિતાભે કહ્યું- તેમણે અભિષેક પર ગર્વ છે.

અમિતાભ બચ્ચને પોતાના ઈન્સ્ટાગ્રામ પર અભિષેક બચ્ચન અને સૈયામી ખેરની ફિલ્મ ઘૂમરનું પોસ્ટર શેર કર્યું. તેમણે કેપ્શનમાં લખ્યું- મારી પ્રાર્થનાઓ, તમારી પ્રશંસા અને તમારા માટે ખૂબ પ્રેમ અભિષેક, તમે મને ઘણો જ ગૌરવાન્વિત કરો છો. તમે સૌથી યોગ્ય છો, માત્ર એટલું જ નહીં, પરંતુ અનેક અતીત, વર્તમાન અને ભવિષ્ય માટે પણ તમને ખૂબ પ્રેમ. આ સાથે બીગ બીએ લાલ હાર્ટવાળી ઈમોજી શેર કરી. પોસ્ટ શેર થયા બાદ તરત જ અભિષેકે પણ કોમેન્ટ સેક્શનમાં હાથ જોડીને અને હસવાની ઈમોજીની સાથે પિતાની પોસ્ટ પર પ્રતિક્રિયા આપી.

Advertisement

ઓગસ્ટ 2023માં રિલીઝ થયેલી ઘૂમર એક સ્પોર્ટસ ડ્રામા છે, જેમાં અભિષેક બચ્ચન, સૈયામી ખેર, શબાના આઝમી અને અંગદ બેદી મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ સૈયામી ખેર દ્વારા અભિનીત એક લકવાગ્રસ્ત ખેલાડીની વિજયીની વાત છે, જે અભિષેક બચ્ચન દ્વારા અભિનીત પોતાના કોચના માર્ગદર્શનમાં એક ક્રિકેટર તરીકે સારું પ્રદર્શન કરે છે. ફિલ્મનું ડિરેક્શન આર બાલ્કીએ કર્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement