For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટના ડે.કમિશનર સહિત 25 IASને પ્રમોશન

05:06 PM Jan 01, 2024 IST | Sejal barot
રાજકોટના ડે કમિશનર સહિત 25 iasને  પ્રમોશન

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂર્વે ચાલી રહેતાં બદલી-બઢતીના દોરમાં રાજયનાં વધુ 25 આઇએએસ અધિકારીને પ્રમોશન અપાયા છે. રાજકોટના ડેપ્યુટી કમિશનર ધામેલિયા સહિત રાજ્યના 25 અલગ અલગ બેન્ચના આઈએએસ અધિકારીઓને સિનિયર સ્કેલના પ્રમોશન આપવામાં આવ્યા છે. રાજકોટ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરાના 2015ની બેન્ચના આઈએએસ ઓફિસરોને જુનિયર એડમિનિસ્ટ્રેટીવ ગ્રેડનું પ્રમોશન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત 2020ની બેન્ચના 6 આસિસ્ટન્ટ કલેકટરને સિનિયર ટાઈમ્સ સ્કેલનું પ્રમોશન આપવામાં આવ્યું છે. નાયબ ચૂંટણી કમિશ્નર અજ્ય ભાદુને તે જ પોસ્ટ ઉપર પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે પ્રમોશન આપવામાં આવેલ છે.
જ્યારે ઇન્ડસ્ટ્રીઝ અને ખાણ-ખનીજ વિભાગના સેક્રેટરી હારીત શુકલાને પણ તેની હાલની પોસ્ટ અપગ્રેડ કરી પ્રિન્સિપાલ સેક્રેટરીનું પ્રમોશન આપવામાં આવ્યું છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement