For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ​​વારાણસીથી ઉમેદવારી નોંધાવશે, ગંગા પૂજા- આરતી બાદ ક્રૂઝમાં બેસી નમો ઘાટ જવા રવાના, જુઓ વિડીયો

10:33 AM May 14, 2024 IST | Bhumika
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ​​વારાણસીથી ઉમેદવારી નોંધાવશે  ગંગા પૂજા  આરતી બાદ ક્રૂઝમાં બેસી નમો ઘાટ જવા રવાના  જુઓ વિડીયો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીની મુલાકાતે છે. ત્યારે . વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશની વારાણસી લોકસભા બેઠક પરથી ઉમેદવારી પત્ર ભરશે. પીએમ મોદીના નોમિનેશનમાં ગૃહમંત્રી અમિત શાહ અને રાજનાથ સિંહ સહિત 20 કેન્દ્રીય મંત્રીઓ હાજર રહેશે. આ સિવાય 12 રાજ્યોના સીએમ પણ ભાગ લેશે. આ પહેલા પીએમ મોદીએ સોમવારે વારાણસીમાં રોડ શો કર્યો હતો. તેમણે કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા પણ કરી હતી. વડાપ્રધાન મોદી વારાણસી લોકસભા સીટ પરથી ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે. તેઓ 2014માં પહેલીવાર અહીંથી સાંસદ બન્યા હતા. આ પછી તેણે 2019માં પણ આ સીટ જીતી હતી.

Advertisement

પીએમ મોદી દશાશ્વમેધ ઘાટ પહોંચ્યા છે. અહીં વેંકટરામન ઘનપાઠીએ અંગવસ્ત્ર પહેરાવીને તેમનું સ્વાગત કર્યું હતું. PMએ ગંગાની પૂજા કરી. હવે ગંગા આરતી કરી રહ્યા છીએ.1 કલાક સુધી તેઓ ઘાટ પર રહેશે. મોદી અહીંથી તેઓ ક્રૂઝમાં બેસીને નમો ઘાટ પણ જઈ શકે છે. પછી તેઓ કાલભૈરવના દર્શન કરશે. અહીંથી તેઓ સીધા કલેક્ટર કચેરીએ પહોંચીને નોમિનેશન ફાઇલ કરશે.

રુદ્રાક્ષ કન્વેન્શન સેન્ટર ખાતે પ્રબુદ્ધ સંમેલનને સંબોધ્યા બાદ તેઓ માલદહિયામાં સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે. નોમિનેશનના એક દિવસ પહેલા વડાપ્રધાન મોદીએ BHUથી કાશી વિશ્વનાથ મંદિર સુધી 5 કિલોમીટર લાંબો રોડ શો કર્યો હતો.

Advertisement

વારાણસીમાં પહેલી જૂને યોજાશે મતદાન

વારાણસી લોકસભા બેઠક માટે અંતિમ તબક્કામાં પહેલી જૂને મતદાન યોજાશે. આ માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા સાતમી મેથી શરૂ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી (Lok Sabha Elections 2024)ના ચોથા તબક્કામાં 10 રાજ્યોની 96 બેઠકો પર 13મી મેએ મતદાન થવાનું છે. આ 10 રાજ્યોમાં આંધ્રપ્રદેશ, બિહાર, ઝારખંડ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, તેલંગણા, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, જમ્મુ-કાશ્મીરનો સમાવેશ થાય છે. પહેલા તબક્કામાં કુલ 59.71 ટકા, બીજા તબક્કામાં 60.96 ટકા અને ત્રીજા તબક્કામાં 61.45 ટકા મતદાન થયું હતું. ચોથા તબક્કા બાદ પાંચમાં તબક્કામાં 49 બેઠકો પર 20મી મેએ, છઠ્ઠા તબક્કામાં 57 બેઠકો પર 25મી મેએ જ્યારે સાતમાં અને અંતિમ તબક્કામાં 57 બેઠકો પર પહેલી જૂને મતદાન યોજાશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement