For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વડાપ્રધાન મોદીની બેઠક વારાણસીમાં ગુજરાતના નેતાઓને પ્રચારની જવાબદારી

12:53 PM May 15, 2024 IST | Bhumika
વડાપ્રધાન મોદીની બેઠક વારાણસીમાં ગુજરાતના નેતાઓને પ્રચારની જવાબદારી
Advertisement

ગુજરાતમાં લોકસભાની ચુંટણી પૂર્ણ થતા જ ગુજરાત ભાજપના નેતાઓને અન્ય રાજ્યોમાં ચુંટણી પ્રચારની જવાબદારીઓ સોંપવામાં આવી છે તેમાં ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બેઠક વારાણસીમાં ભાજપનાં સંગઠનમંત્રી રત્નાકર પાંડે તથા કેબીનેટમંત્રી ઋષિકેશ પટેલને જવાબદારી સોંપવામાં આવતા બન્ને નેતાઓએ વારાણસીમાં મોરચો સંભાળી લીધો છે.

કુલ 80 બેઠકો ધરવતા ઉત્તર પ્રદેશમાં હજુ 41 બેઠકોનું મતદાન બાકી છે. જેના ભાગ રૂૂપે ઉત્તર પ્રદેશને ઘમરોળવા માટે ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના સંગઠનના નેતા, ધારાસભ્યો, સંસદસભ્યો, યુવા મોરચા, અનુસૂચિત જાતિ મોરચા સહિતના મોરચાને ભારતીય જનતા પાર્ટીએ કામે લગાડ્યા છે. જેમાં ગુજરાત પ્રદેશ પક્ષમાંથી સિનિયર અને યુવાન નેતાઓને ઉત્તર પ્રદેશની 41 બેઠકો માટેના પ્રચાર પસાર જવાબદારી સોંપીને લોકસભામાં ચૂંટણી પ્રચાર માટે મોકલ્યા છે.

Advertisement

વારાણસી બેઠકમાં ચૂંટણી લડતા પ્રધાનમંત્રી મોદીના સંસદીય ક્ષેત્રમાં ભાજપના સંગઠમંત્રી રત્નાકર પાંડે અને કેબિનેટ અને કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ પ્રચાર કરશે. જયારે કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહની લખનઉ બેઠક ગુજરાતના યુપી સેલના વિરેન્દ્રસિંહને હવાલો સોંપાયો છે. કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઈરાનીની અમેઠી બેઠક પર ગુજરાતના પૂર્વગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને યુવા મોરચા મંત્રી સત્યદીપસિંહ પરમાર, પૂર્વ કેન્દ્રીયમંત્રી મેનકા ગાંધીની સુલતાનપુર બેઠક માટે ગુજરાતના રાજય સરકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા, રાયબરેલી બેઠકના પરથી ચૂંટણી લડતા દિનેશ પ્રતાપસિંહ માટે પૂર્વ મહામંત્રી કે.સી.પટેલ અને યુવા મોરચા પ્રમુખ ડો પ્રશાંત કોરાટ, પ્રયાગરાજ બેઠક પરથી ચૂંટણી લડતા નીરજ ત્રિપાઠી માટે અમરાઈવાડી ધારાસભ્ય હસમુખ પટેલ, જોનપુર બેઠક પરથી લડતા યુપી ગૃહમંત્રી કૃપાશંકર માટે મોરચાના મંત્રી નરેન્દ્ર પરમાર,ભાવનગરના પ્રભારી ધવલ દવે અને વાય કે ગોહિલ, કૌસાંબી બેઠક પરથી લડતા વિનોદ સોનકર માટે રાજ્યસભાના સંસદ મયંક નાયક અને પશ્ચિમ લોકસભા બેઠકના ઉમેદવાર દિનેશ મકવાણાને જવાબદારી સોંપાઈ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement