For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જસદણનાં રામળિયા ગામનાં લોકો સાથે કાલે વડાપ્રધાન મોદી કરશે સંવાદ

05:00 PM Nov 29, 2023 IST | Sejal barot
જસદણનાં રામળિયા ગામનાં લોકો સાથે કાલે વડાપ્રધાન મોદી કરશે સંવાદ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડથી શરૂૂ કરાવેલી વિકસીત ભારત સંકલ્પ યાત્રા ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં ફરી રહી છે. આવતીકાલે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના રામળીયા ગામે યોજાનારી યાત્રાના લાભાર્થીઓ અને અન્ય નાગરિકો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંવાદ કરનાર હોવાનું જાણવા મળે છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલ તારીખ 30 ના રોજ જસદણ તાલુકાના રામળીયા ગામે લાભાર્થીઓ સાથે વાતચીત કરનાર હોવાની સૂચના ગાંધીનગરથી રાજકોટ જિલ્લા કલેકટરને મળતા જિલ્લા કલેકટર પ્રભવ જોશી, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી સહિતના અધિકારીઓની એક બેઠક મળી હતી.
વડાપ્રધાનના સંવાદ કાર્યક્રમ અંતર્ગત અમલવારી માટે ખાસ કમિટીની રચના પણ કરવામાં આવી છે. સરકારી સુત્રોના જણાવ્યા મુજબ દેશના અનેક રાજ્યમાં લાભાર્થી સાથે કાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંવાદ કરવાના છે અને તેમાં રાજકોટ જિલ્લામાં જસદણ તાલુકાના રામળીયા ગામની પસંદગી કરવામાં આવી છે.
રાજકોટ જિલ્લાના 500 થી વધુ ગામમાં વિકસિત ભારત સંકલ્પયાત્રા ફરી રહી છે જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ યાત્રાના અલગ અલગ પાંચ રથ જુદા જુદા રૂૂટ પર ફેરવવાનું આયોજન કરી નાખ્યું છે. ગોંડલ તાલુકાના ખડવંથલી, કોલીથડ બોઘરાવદર પડધરી તાલુકાના ખજૂરડા ખાટલી સહિતના ગામોમાં યાત્રા ફરી ચૂકી છે અને જ્યાં જ્યાં યાત્રા ફરે છે ત્યાં આરોગ્ય લક્ષી રોગ નિદાન કેમ્પ યોજવામાં આવે છે. પ્રોપર્ટી કાર્ડ સહિત કેન્દ્ર અને રાજ્ય સરકારની જુદી જુદી 17 યોજનાના લાભ લાભાર્થીઓને આપવામાં આવી રહ્યા છે. આ રથયાત્રામાં ધારાસભ્યો સંસદ સભ્યો જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો કોર્પોરેટરો સહિત આગેવાનો પણ જોડાઈ રહ્યા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement