For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વડાપ્રધાન જામનગરમાં, ભાજપમાં જબરો ઉત્સાહ

12:52 PM May 02, 2024 IST | Bhumika
વડાપ્રધાન જામનગરમાં  ભાજપમાં જબરો ઉત્સાહ
Advertisement

આજે બપોરે 04:15 કલાકે જામનગરના પ્રદર્શન મેદાનમાં જંગી જાહેરસભા: ક્ષત્રિય સમાજે આજે વિરોધ ન કરવાની ખાતરી આપી હોવા છતાં લોખંડી બંદોબસ્ત: ગુજરાત એટીએસ સહિતના રાજ્યના ઉચ્ચપોલીસ અધિકારીઓના 36 કલાકથી જામનગરમાં ધામા: ગઈકાલે બુધવારે સાંજે વડાપ્રધાનની કાર સાથેનું કાફલાનું રિહર્સલ યોજાયું: સાત રસ્તા વિસ્તારમાં ટ્રાફિકજામ….

Advertisement

સતત દસ વર્ષથી ભારત સહિત સમગ્ર વિશ્વમાં છવાઈ ગયેલાં ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે લોકસભા ચૂંટણી પ્રચાર અર્થે 12-જામનગર લોકસભા બેઠકના બીજેપીના સતત ત્રીજી વખતના ઉમેદવાર-સાંસદ પૂનમબેન માડમને હાલારનું સમર્થન મળે તે માટે આજે ગુરૂૂવારે બપોરે 04-15 કલાકે શહેરના પ્રદર્શન મેદાનમાં ચૂંટણી જનસભાને સંબોધવા પધારી રહ્યા છે. વડાપ્રધાનના આગમન પૂર્વે છેલ્લા 3 દિવસથી આ જનસભા માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રાજ્યના અઝજ વડા દીપન ભદ્રન સહિતના રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓ બે દિવસથી જામનગરમાં છે અને સુરક્ષા બંદોબસ્ત સહિતની ઝીણામાં ઝીણી બાબતોની ચકાસણીઓ થઈ રહી છે. રાજકોટ સહિતના સૌરાષ્ટ્ર કચ્છના વિવિધ સેન્ટરમાં છેલ્લા કેટલાંક સમયથી આંદોલનો ચાલી રહ્યા હોય, સૌરાષ્ટ્ર અને ગુજરાતની વિવિધ 16 લોકસભા બેઠકોના મતવિસ્તારોમાં બીજેપીના ઉમેદવારોની તરફેણમાં મોદીલહેર ઉભી કરવા વડાપ્રધાન છેલ્લા બે દિવસથી ગુજરાતમાં છે.

જામનગરમાં આજે યોજાનારી વડાપ્રધાનની આ જનસભા ઉમેદવાર પૂનમબેન માડમના સમર્થનમાં સમગ્ર હાલારમાં ભાજપાતરફી વાતાવરણ સર્જી દેશે એમાં બેમત નથી કેમ કે, વડાપ્રધાન મોદીના ભાષણોનો જાદુ વર્ષોથી સમગ્ર ગુજરાતમાં જાણીતો છે. પીએમના આગમન પહેલાં જ સુરક્ષા બંદોબસ્ત ધ્યાનમાં લઈ છેલ્લા 48 કલાકથી જામનગર શહેર અને એરપોર્ટ સહિતના વિસ્તારોમાં લોખંડી બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. કાલે બુધવારે સાંજે આજની તૈયારીઓના ભાગરૂૂપે એરપોર્ટથી જનસભા સ્થળ પ્રદર્શન મેદાન સુધી વડાપ્રધાનની કાર સાથેના કાફલાનું રિહર્સલ પણ યોજવામાં આવ્યું હતું. વડાપ્રધાનની જામનગરની ગત્ મુલાકાત માફક આજે પણ બપોરે શહેરના દિગ્જામ સર્કલથી પાયલોટ બંગલા, ઓશવાળ સેન્ટર સુધી વડાપ્રધાનનો રોડ-શો પણ યોજાવાનો હોય તેની તમામ તૈયારીઓ પણ કરી લેવામાં આવી છે. પીએમની આ સભાને વિજય વિશ્વાસ સભા નામ આપવામાં આવ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement