For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મનપાના 2304 આવાસોનું શનિવારે વડાપ્રધાનના હસ્તે ઈ-લોકાર્પણ

05:26 PM Feb 07, 2024 IST | Bhumika
મનપાના 2304 આવાસોનું શનિવારે વડાપ્રધાનના હસ્તે ઈ લોકાર્પણ

રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, હાઉસિંગ ઈમ્પ્રુવમેન્ટ અને ક્લીયરન્સ સમિતિ ચેરમેન નીતિનભાઈ રામાણી, રૂૂડાના સી.ઈ.એ. જીવી મિયાણી તથા ઈ.ચા.નાયબ કમિશનર એચ.આર.પટેલ એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણ પામેલ ઊઠજ-1 કેટેગરીના 1244, ઊઠજ-2 કેટેગરીના 1056 આવાસ મળી કુલ 2300 આવાસોનું તેમજ રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણ પામેલ 49 આવાસો, મળી કુલ 2349 આવાસોનું લોકાર્પણ વિધિવત રીતે કુંભ કળશનું પૂજન કરી, ગૃહપ્રવેશ આપવામાં આવનાર છે તેમજ રાજકોટ મહાનગરપાલિકાના અલગ અલગ કેટેગરીના 553 આવાસોના વેઈટીંગ લીસ્ટના લાભાર્થીઓને તથા રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના 143 આવાસો લાભાર્થીઓને ફાળવણીનો કોમ્પ્યૂટરાઈઝ્ડ ડ્રો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે તેમની વર્ચ્યુલ ઉપસ્થિતિમાં તા.10/02/2024, શનિવારના રોજ બપોરે 11:30 કલાકે યોજાનાર છે.

Advertisement

આવાસ યોજનાના લોકાર્પણ તથા ફાળવણી માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરની અલગ અલગ ચાર (04) વિધાનસભા વાઈઝ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જે નીચે મુજબ છે. 1) 68-વિધાનસભા: આર.એમ.સી. બગીચા માટેનો પ્લોટ, રેલનગર મેઈન રોડ, ભગવતી હોલ પાછળ, રાજકોટ. 2) 69-વિધાનસભા: સભાગૃહ, બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડ, રાજકોટ. 3) 70-વિધાનસભા પી.એન્ડ ટી.વી.શેઠ હાઈસ્કુલ, 80 ફુટ રોડ, ભક્તિનગર સર્કલથી આગળ, રાજકોટ. 4) 71-વિધાનસભા તપન હાઈટ્સ રોડ, શ્યામલ વાટિકા પાસે, પુનિતનગર પાણીના ટાંકા સામે, વાવડી, રાજકોટ. આ આવાસ યોજનાના લોકાર્પણ કાર્યકમ અધ્યક્ષ સ્થાને મેયર નયનાબેન પેઢડીયાના અધ્યક્ષ સ્થાને યોજાશે. જુદા જુદા સ્થળે યોજાનાર કાર્યક્રમમાં કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, સાંસદ મોહનભાઇ કુંડારીયા અને રામભાઇ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડો.દર્શિતા શાહ, રમેશભાઇ ટીલાળા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, પ્રદેશ ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનીષભાઈ રાડીયા, હાઉસિંગ ઈમ્પ્રુવમેન્ટ અને ક્લીયરન્સ સમિતિ ચેરમેન નીતિનભાઈ રામાણી, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, વિરેન્દ્રસિંહ ઝાલા અને ડો.માધવ દવે, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરો, શહેર ભાજપના હોદેદારો, વોર્ડ સંગઠનના હોદેદારો, રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ/કર્મચારીઓ, તથા બહોળી સંખ્યામાં આવાસ યોજનાના તેમજ અન્ય યોજનાના લાભાર્થીઓ ઉપસ્થિત રહેશે. રાજકોટ મહાનગરપાલિકા તથા રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના સંયુક્ત ઉપક્રમે આવાસ યોજનાના લોકાર્પણ અને લાભાર્થીઓને આવાસની ફાળવણીના કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો માટે યોજાનાર કાર્યક્રમમાં વિવિધ આવાસોના લાભાર્થીઓ તથા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાના લાભ પ્રાપ્ત કરેલ લાભાર્થીઓને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા રાજકોટ મહાનગર પાલિકાના પદાધિકારીઓ તથા મ્યુનિસિપલ કમિશનર દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement