For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કોંગ્રેસ કારોબારીમાં રાહુલ પર વિપક્ષના નેતા બનવા દબાણ

03:39 PM Jun 08, 2024 IST | admin
કોંગ્રેસ કારોબારીમાં રાહુલ પર વિપક્ષના નેતા બનવા દબાણ
Advertisement

રાહુલે વિચારવા સમય માગ્યો: બેઠકમાં પક્ષના દેખાવની સમીક્ષા: શહેરી મતદારો પર વધુ ધ્યાન આપવા ખડગેની હાકલ

રાહુલ ગાંધીને લોકસભામાં કોંગ્રેસ- વિપક્ષના નેતા બનાવવાની માગ વચ્ચે પક્ષની વિસ્તૃત કારોબારીની બેઠક અશોકા હોટેલમાં મળી હતી. એ બેઠકમાં રાહુલ ગાંધીને લોકસભામાં વિપક્ષના નેતા બનવા અનુરોધ કરતો પ્રસ્તાવ પસાર કરાયો હતો આ મુદ્દે ગાંધીએ વિચારવા સમય માગ્યો હતો, તેલંગાણાના મુખ્ય પ્રધાન રેવંથ રેડી, પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ અમરિંદર રાજા મોરિંગ્સ, રાજયસભાના સાંસદ પ્રમોદ તિવારી તથા ત્રીજવાર કેરળથી ચુંટાયેલા સાંસદ શશી થરુર સહીતના નેતાઓએ રાહુલ ગાંધીને વિપક્ષના નેતાનું પદ સ્વીકારવા અનુરોધ કર્યો હતો. સુત્રોના જણાવ્યા મુજબ રાહુલ ગાંધીએ સાંસદોની અપિલના જવાબમાં જણાવ્યું કે તેમને લોકસભામાં વિપક્ષના નેતા બનવું કે નહીં તે માટે વિચાવાનો સમય જોઇએ છે. અગાઉ પ્રારંભીક સંબોધનમાં કોંગ્રેસ અધ્યક્ષે પક્ષની સફળતા- નિષ્ફળતાની ચર્ચા કરી સ્વીકાર્યું હતું કે પક્ષે શહેરી મતદારો પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે.

Advertisement

ખડગેએ જણાવ્યું કે આપણે શિસ્તબધ્ધ, એકજુથ રહેવું પડશે. જનતાએ આપણા પર અમુક હદે વિશ્ર્વાસ મુકયો છે. લોકોના ચુકાદાને વિનમ્રતાથી સ્વીકારીએ છીએ. તેમણે કબુલ્યું હતું કે વિધાનસભાની ચુંટણીઓમાં અગાઉ પક્ષે સારો દેખાવ કરી સરકાર બનાવી ત્યાં આપણે આપણા દેખાવનું પુનરાવર્તન કરી શકયા નથી. તેમણે જણાવ્યું હતું કે આ બાબતે દરેક રાજયની અલગ ચર્ચા કરાશે.

તેમણે ચુંટણીમાં સારા દેખાવ માટે સહયોગી પક્ષોનો પણ આભાર માન્યો હતો. એ સામે તેમણે સખત મહેનત કરનારા પક્ષના નેતાઓ અને કાર્યકરોને બિરદાવ્યા હતા.

તેમણે દાવો કર્યો હતો કે રાહુલ ગાંધીની ભારત જોડો અને ન્યાય યાત્રા જયાંથી પસાર થઇ ત્યાં પક્ષના વોટ-શેર અને બેઠકોમાં વધારો થયો છે. આ સંદર્ભમાં તેમણે મણીપુર, નાગાલેન્ડ, આસામ અને મેઘાલયનો ઉલ્લેખ કી મહારાષ્ટ્રમાં સૌથી મોડટા પક્ષ બન્યાનો દાખલો ટાંકયો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement