For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પોલીસ હેડક્વાર્ટર પાસે દબાણ કરનારાઓને નોટિસ મળતા પશ્ર્ચિમ મામલતદારને રજૂઆત

04:36 PM Jun 27, 2024 IST | admin
પોલીસ હેડક્વાર્ટર પાસે દબાણ કરનારાઓને નોટિસ મળતા પશ્ર્ચિમ મામલતદારને રજૂઆત
Advertisement

ડિમોલિશન સામે સમય માગ્યો: દસ્તાવેજ અને કાગળોની ચકાસણી બાદ કલેક્ટર નિર્ણય લેશે

રાજકોટ શહેરમાં સરકારી જમીનો પર મોટાપાયે દબાણો થયા છે. ત્યારે કરોડોની કિંમતની સરકારી જમીન ખાલી કરાવવા માટે જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ ઝુંબેશ શરૂ કરી છે. જેના ભાગરૂપે જામનગર રોડ ઉપર પોલીસ હેડક્વાર્ટર પાસે આવેલ સરકારી જમીન પર દબાણ કરનાર 6 આસામીને પશ્ર્ચિમ મામલતદારે નોટીસ ફટકારતા વેપારીઓએ રજૂઆત કરી ડિમોલીશન હાલ પુરતુ મોકુફ રાખવા અને સમય આપવા માંગણી કરવામાઁ આવી છે. અને જરૂરી આધારપુરાવાના દસ્તાવેજો પણ રજૂ કર્યા હતાં.
રાજકોટના જામનગર રોડ ઉપર પોલીસ હેડક્વાર્ટરની સામે આવેલ કરોડોની કિંમતની સર્વે નં. 626ની સરકારી જમીન ઉપર જુદા જુદા 6 વેપારીઓએ દબાણ કરી ધંધા રોજગાર શરૂ કરી દીધા હતા. જે જિલ્લા કલેક્ટરના ધ્યાન પર આવતા પશ્ર્ચિમ મામલતદારને કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો.
કલેક્ટરની સૂચનાથી પશ્ર્ચિમ મામલતદાર યોગેશ શુકલાએ 800થી 1000 વારના 6 કિંમતી પ્લોટ ઉપર દબાણ કરનાર 6 આસામીઓને ગઈકાલે જ નોટીસ ફટકારી 24 કલાકમાં સરકારી જમીન ખાલી કરવા આદેશ આપ્યો હતો. નહીંતર ડિમોલીશન હાથ ધરવામાં આવશે. નોટીસ મળતાની સાથે જ વેપારીઓએ પશ્ર્ચિમ મામલતદાર સમક્ષ અમુક દસ્તાવેજી પુરાવા રજૂ કરી ડિમોલીશન અટકાવવા અને સમય આપવા માંગ કરી હતી.
જુદા જુદા વેપારીઓની રજૂઆતને ધ્યાને લઈ પશ્ર્ચિમ મામલતદારે જિલ્લા કલેક્ટરનું માર્ગદર્શન માગ્યું છે. અને ત્યાર બાદ ડિમોલીશનની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જાણવા મળેલ છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement