For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ફાર્મા સેકટરને જીએસટીમાં રાહત આપવા તૈયારી: ચૂંટણી પછી જાહેરાત

05:35 PM May 10, 2024 IST | Bhumika
ફાર્મા સેકટરને જીએસટીમાં રાહત આપવા તૈયારી  ચૂંટણી પછી જાહેરાત
Advertisement

ફાર્મા સેક્ટરને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાંથી રાહત મળવાની શક્યતા છે - આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર, GST કાઉન્સિલ ફાર્મા ઉદ્યોગના ખેલાડીઓ દ્વારા સામનો કરવામાં આવી રહેલા ઈનવર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચરના મુદ્દાને સુધારે તેવી શક્યતા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રાલય ઇનવર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચર મુદ્દે કેન્દ્રીય નાણા મંત્રાલયનો સંપર્ક કરે તેવી અપેક્ષા છે. ફાર્માસ્યુટિકલ્સ વિભાગે ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે પરામર્શ કર્યા પછી આ પગલું આવવાની ધારણા છે, જેમણે સૂચવ્યું હતું કે ઈન્વર્ટેેડ ડયુટી માળખા પર કાઉન્સિલના ધ્યાનની જરૂૂર છે.

Advertisement

ઉદ્યોગના ખેલાડીઓએ આઉટપુટ પ્રોડક્ટ્સ પર જીએસટીમાં વિસંગતતાઓને સમાપ્ત કરવા માટે મંત્રાલયનો પણ સંપર્ક કર્યો હતો. હાલના માળખા અનુસાર, ઈનપુટ પર 18 ટકા GST વસૂલવામાં આવે છે, જ્યારે કેટલાક કિસ્સાઓમાં અંતિમ ઉત્પાદન પર પાંચ ટકા GST લાગુ કરવામાં આવે છે. તે વિશ્વસનીય રીતે જાણવા મળે છે કે મંત્રાલય અંતિમ ઉત્પાદનો પર 12 ટકા અને ઇનપુટ્સ પર પાંચ ટકા જીએસટીની ભલામણ કરી શકે છે. નવી સરકારની રચના બાદ આ ભલામણો નાણા મંત્રાલયને સુપરત કરવામાં આવશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement