For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પ્રિ-મોન્સૂન કામગીરીનો પ્રારંભ, 1 જૂનથી ફ્લડ કંટ્રોલ રૂમ કાર્યરત

04:03 PM May 09, 2024 IST | Bhumika
પ્રિ મોન્સૂન કામગીરીનો પ્રારંભ  1 જૂનથી ફ્લડ કંટ્રોલ રૂમ કાર્યરત
Advertisement

લોકસભાની ચૂંટણીમાં રાજકોટ સહિત રાજ્યભરમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થઈ ગયું છે ત્યારે ચૂંટણીની કામગીરીમાંથી હળવા થયેલા વહીવટી તંત્રએ ચોમાસાના વહેલા આગમનને ધ્યાને રાખીને પ્રીમોનસુન કામગીરીનો પ્રારંભ કરી દીધો છે. જેના ભાગરૂપે આગામી સપ્તાહમાં જીલ્લા કલેક્ટરે તમામ વિભાગોના અધિકારીઓની બેઠક બોલાવી છે અને 1 જૂનથી ફ્લડ કંટ્રોલરૂમ કાર્યરત કરી દેવાનો પણ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

રાજકોટમાં લોકસભાની ચૂંટણીમાં શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે ત્યારે ચૂટણીની કામગીરીમાંથી હળવા થયેલા જિલ્લા કલેક્ટરે પ્રિમોનસુન કામગીરી હાથ ઉપર લીધી છે. આ વખતે ચોમાસુ વહેલુ આવે તેવા એંધાણો વર્તાઈ રહ્યા છે ત્યારે ચોમાસાના આગમન પહેલા તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પ્રીમોનસુન કામગીરીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ આવતા સપ્તાહે રાજકોટ જિલ્લાના બે ડઝન જેટલા જૂદા જૂદા વિભાગોની બેઠક બોલાવી છે. જેમાં જીઈબી, એસટી, પોલીસ, જિલ્લા પંચાયત, માર્ગ અને મકાન વિભાગ, સિંચાઈ વિભાગ, પાણી પુરવઠા બોર્ડ, શિક્ષણ વિભાગ, રાજકોટ જિલ્લાના તમામ પ્રાંત અધિકારીઓ અને તમામ મામલતદારો આ બેઠકમાં હાજર રહેશે.

Advertisement

વહેલા ચોમાસાના એંધાણને ધ્યાને લઈને 1 જૂનથી જ કલેક્ટર કચેરી ખાતે ફ્લડ કંટ્રોલરૂમ કાર્યરત કરવાની કવાયત શરૂ કરી દેવામાં આવી છે અને રાજકોટ જિલ્લાની તમામ મામલતદાર કચેરીઓ પણ ક્ધટ્રોલરૂમ કાર્યરત કરાશે જેના માટે અલગથી મહેકમની માંગણી કરવા માટે મહેસુલ વિભાગ પાસે દરખાસ્ત કરવામા આવશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement