For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બામણબોરની સીમમાં હાઇટેન્શન વીજલાઇન ઉપર લટકેલી હાલતમાં પ્રૌઢની લાશ મળી

01:21 PM Jun 05, 2024 IST | admin
બામણબોરની સીમમાં હાઇટેન્શન વીજલાઇન ઉપર લટકેલી હાલતમાં પ્રૌઢની લાશ મળી

રાજકોટ- અમદાવાદ હાઇવે પર આવેલા બામણબોરના સીમ વિસ્તારમાં 66 કેવીને હાઇટેન્શન વીજ લાઇનમાં એક પ્રૌઢની લટકેલી હાલતમાં લાશ મળી આવતા ફાયર બ્રીગ્રેડ અને પોલીસે મોડી રાત્રે દોઢ કીમી ચાલીને ઘટનાસ્થળ પર પહોંચી મૃતદેહ ઉતારી તેનું ફોરેન્સીક પોસ્ટમોર્ટમ કરાવવા તજવીજ શરૂ કરી છે. આ ઘટનાને પગલે પોલીસે જણાવ્યું હતું કે, મૃતદેહ ત્રણેક દિવસથી લટકતો હોવાની શંકા છે તેમજ કોહવાઇ જતા હાલ તેની ઓળખ મેળવવા તજવીજ શરૂ કરવામાં આવી છે.

Advertisement

બનાવની વિગતો અનુસાર બામણબોર સીમમાં ગઇકાલે મોડીરાત્રે 66 કેવીની હાઇટેન્શન વીજ લાઇનમાં એક પુરૂષ લટકતો હોવાની જાણ થતા ફાયર બ્રિગેડ અને એરપોર્ટ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી તેમજ ઘટના સ્થળ પર લગભગ દોઢેક કીમી ચાલીને પહોંચી અને 15 ફુટ ઉંચેથી મહા મહેનતે મૃતદેહ ઉતાર્યો હતો.
તેમજ મૃતદેહ કોહવાયેલી હાલતમાં હોઇ જેથી તેમને સિવિલ હોસ્પીટલે લઇ જઇ ફોરેન્સીક પોસ્ટમોર્ટમ કરાયું છે. આ ઘટના આપઘાતની છે કે અન્ય કાંઇ? એ અંગે હવે તપાસ શરૂ કરવામાં આવી રહી છે. આ બનાવ ત્રણેક દિવસ પહેલાનો હોવાનું પીએસઆઇ ગોસ્વામીએ જણાવ્યું હતું. મૃતકની ઓળખ મેળવવા તપાસ શરૂ કરવામાં આવી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement