For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભુણાવા ચોકડી પાસે ખાડામાં બાઇક ખાબકતાં પ્રૌઢનું મોત

03:42 PM May 11, 2024 IST | Bhumika
ભુણાવા ચોકડી પાસે ખાડામાં બાઇક ખાબકતાં પ્રૌઢનું મોત
Advertisement

ગોંડલ રાજકોટ નેશનલ હાઇવે ભૂણાવા ચોકડી પાસે સીકસલેનના ખાડામાં બાઈક સાથે પ્રૌઢ પટકાતા ગંભીર ઈજા પહોંચી હતી.બાદમાં ટુંકી સારવારમાં રાજકોટ સીવીલ હોસ્પિટલમાં દમ તોડતાં પરીવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

પ્રાપ્ત વિગત મુજબ ગોંડલના હડમતાળામાં રહેતાં રણછોડભાઈ જેરામભાઈ પીપળીયા (ઉ.વ.50) ગઈ તા.8ના સાંજના સમયે પોતાના બાઈકમાં જતા હતાં. ત્યારે ભુણાવા ચોકડી પાસે ચાલી રહેલ સીકસલેન હાઈવેના કામમાં પુલનું કામ ચાલી રહ્યું છે.જેમાં લગાડેલ ડાઈવર્ઝનનું બોર્ડ તેઓને ધ્યાને ન આવતાં તેઓ બાઈક સાથે ખાડામાં પટકાયા હતાં.

Advertisement

દરમિયાન ઘટનાસ્થળે લોકો એકઠા થતાં તેઓને 108 મારફતે રાજકોટ સીવીલ હોસ્પિટલે ખસેડાયા હતાં. ત્યાં તેઓની સારવાર કારગત ન નિવડતાં તેમનું મોત નિપજયું હતું.

બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે ગોંડલ તાલુકા પોલીસને જાણ કરતાં કોન્સ્ટેબલ પ્રતાપસિંહ સહીતનો સ્ટાફ દોડી ગયો હતો. અને જરૂૂરી કાર્યવાહી કરી હતી. વધુમાં પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે તેઓ નિવૃત જીવન ગાળતાં અને સંતાનમાં એક પુત્ર છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement