For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પોરબંદરના પ્રૌઢનું કલ્યાણપુરના ખીરસરા ગામે હાર્ટએટેકથી મોત

12:11 PM Jan 16, 2024 IST | Bhumika
પોરબંદરના પ્રૌઢનું કલ્યાણપુરના ખીરસરા ગામે હાર્ટએટેકથી મોત

Advertisement

પોરબંદરમાં રોકડિયા મંદિર પાસે રહેતા નલીનભાઈ લાલજીભાઈ સાણીથરા નામના 52 વર્ષના આધેડને ગત તારીખ 12 ના રોજ કલ્યાણપુર તાલુકાના ખીરસરા ગામે હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેમને મૂર્છિત હાલતમાં સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. આ બનાવની જાણ અડવાણા ગામના કિશોરભાઈ પોપટલાલ મોઢા (ઉ.વ. 45) એ કલ્યાણપુર પોલીસને કરી છે.

બારડોલીના આધેડનું કરુણ મૃત્યુ
સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં રહેતા ઈશ્વરભાઈ ભંગદભાઈ રાઠોડ નાના 53 વર્ષના હળપતિ આધેડ શનિવાર તારીખ 13 ના રોજ બપોરના સમયે કલ્યાણપુર તાલુકાના નાવદ્રા ગામે એક વાડીમાં સુતા હતા. ત્યારે અહીં જી.જે. 10 બીઆર 8975 નંબરના એક ટ્રેકટરના ચાલક મારખીભાઈ રામશીભાઈ કરમુરે પોતાનું ટ્રેક્ટર આજુબાજુમાં જોયા વગર ગફલત કરી રીતે ચલાવતા આ ટ્રેક્ટરની ટ્રોલીના વ્હીલ ઈશ્વરભાઈ રાઠોડના માથા પરથી ફરી જતા તેમનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર છગનભાઈ ઈશ્વરભાઈ રાઠોડની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે ટ્રેક્ટરની ટ્રોલીના ચાલક મારખીભાઈ કરમુર સામે આઈપીસી કલમ 279, 304(એ) તથા એમ.વી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

રાજસ્થાની યુવાન ઝડપાયો
રાજસ્થાન રાજ્યના ઉદયપુર જિલ્લાના ગિંગલા તાલુકાના મૂળ વતની અને હાલ ખંભાળિયા તાલુકાના સિધ્ધપુર ગામે રહેતા અને કલર કામ કરતા મુકેશ અંબાલાલ ખીમજી કાલબેલિયા નામના 26 વર્ષના યુવાને પોતાના અંગત ફાયદા માટે તેના કબજા ભોગવટાના રહેણાંક મકાનમાં છુપાવીને રાખવામાં આવેલો 138 ગ્રામ ગાંજાનો જથ્થો એસ.ઓ.જી. પોલીસે પકડી પાડ્યો હતો. આ પ્રકરણમાં પોલીસે રૂા. 1,380 ની કિંમતના ગાંજા સાથે આરોપી મુકેશ કાલબેલિયાની અટકાયત કરી, તેની સામે એન.ડી.પી.એસ. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. આ પ્રકરણ અંગે આગળની તપાસ ખંભાળિયાના પી.એસ.આઈ. આઈ.આઈ. નોયડા દ્વારા હાથ ધરવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement