For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શાહરૂખ ખાનની ‘ડંકી’ ઉપર ભારે પડતી પ્રભાસની ‘સાલાર’

12:42 PM Dec 26, 2023 IST | Sejal barot
શાહરૂખ ખાનની ‘ડંકી’ ઉપર ભારે પડતી પ્રભાસની ‘સાલાર’

રાજકુમાર હિરાની દ્વારા નિર્દેશિત ‘ડિંકી’માં શાહરૂખ ખાન, તાપસી પન્નુ અને બોમન ઈરાની છે. આ ફિલ્મ 21 ડિસેમ્બરે રિલીઝ થઈ હતી અને બીજા દિવસે પ્રભાસની ફિલ્મ રિલીઝ થઈ હતી. ડંકીએ તમામ ભાષાઓમાં (પ્રારંભિક અંદાજ) લગભગ રૂૂ. 22.50 કરોડની કમાણી કરીને બોક્સ ઓફિસ પર 5મું સ્થાન મેળવ્યું હતું. જોકે, શાહરૂખ ખાનની ફિલ્મને ક્રિસમસની રજાનો ફાયદો મળ્યો.
પ્રશાંત નીલ દ્વારા નિર્દેશિત ફિલ્મ સલાર, તેલુગુ, કન્નડ, તમિલ, મલયાલમ અને હિન્દીમાં થિયેટરોમાં રિલીઝ કરવામાં આવી હતી. જફભક્ષશહસ.ભજ્ઞળ અનુસાર, ચોથા દિવસે ફિલ્મે તમામ ભાષાઓમાં 42.50 કરોડ રૂૂપિયાની કમાણી કરી હતી. નાતાલની રજાના કારણે સાલારની કમાણી વધી હતી. ફિલ્મની અત્યાર સુધીની કુલ કમાણી 251.60 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. ટૂંક સમયમાં તે 300 કરોડની ક્લબમાં સામેલ થઈ જશે.
તે જ સમયે, શાહરૂૂખ ખાનની ફિલ્મ ડંકીએ અત્યાર સુધીમાં 128.13 કરોડ રૂપિયાની કમાણી કરી છે. તમને જણાવી દઈએ કે ફિલ્મે પહેલા દિવસે 29.2 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. ડિંકી અને સાલાર બંને બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહ્યા છે, પરંતુ પ્રભાસની સાલાર કમાણીમાં શાહરૂખ ખાનની ફિલ્મને પાછળ છોડી દે તેવું લાગી રહ્યું છે.
રાજકુમાર હિરાનીની ફિલ્મ જિયો સિનેમા પર રિલીઝ થશે.

Advertisement

જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, ફિલ્મ ડિંકી થિયેટરોમાં રિલીઝ થયાના 2 મહિના પછી ઘઝઝ પર સ્ટ્રીમિંગ માટે ઉપલબ્ધ થશે. સલાર રિલીઝ થયાના કલાકોમાં, તે તમિલરોકર્સ, ટેલિગ્રામ, ફિલ્મઝિલા, મૂવીરુલ્ઝ જેવા વિવિધ પ્લેટફોર્મ પર લીક થઈ ગયું. આ સાઇટ્સ પર ફિલ્મ ફ્રી ડાઉનલોડ માટે ઉપલબ્ધ છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement